×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૈશ્વિક બજારોમાં ઉથળપાથળ વચ્ચે ભારતની આર્થિક-બેન્કિંગ સિસ્ટમ મજબૂત: PM મોદી

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​કહ્યું કે "આપણી લોકશાહી અને તેની સંસ્થાઓની સફળતા કેટલાક લોકોને તકલીફ પહોંચાડી રહી છે અને તેથી જ તેઓ તેમના પર હુમલો કરી રહ્યા છે." તેમણે કહ્યું કે  પહેલા કૌભાંડોની હેડલાઇન્સ બનતી હતી, હવે તેમની સામે થયેલી કાર્યવાહીને કારણે 'ભ્રષ્ટાચારીઓ' એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા છે.  

પીએમ મોદીએ કહ્યું કે નાગરિકોને અમારા પર વિશ્વાસ 

વડાપ્રધાન મોદીએ કહ્યું, વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો એક અવાજે કહી રહ્યા છે કે આ ભારતનો સમય છે." તેમણે કહ્યું કે તમામ સરકારોએ તેમની ક્ષમતા અનુસાર કામ કર્યું, અમે નવા પરિણામો ઇચ્છતા હતા અને અમે અલગ ગતિ અને સ્કેલ પર કામ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે બેંક ખાતામાં રૂ. 2.5 લાખ કરોડના સીધા ટ્રાન્સફરથી નાના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. નાગરિકોને હવે વિશ્વાસ છે કે સરકાર તેમની કાળજી રાખે છે, અમે શાસનને માનવીય સ્પર્શ આપ્યો છે.

લોકશાહી કેવી રીતે પરિણામ આપે છે તે ભારતે બતાવ્યું 

તેમણે કહ્યું, ભારતે દુનિયાને બતાવ્યું છે કે લોકશાહી કેવી રીતે પરિણામ આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક બજારોમાં હાલની ઉથલપાથલ છતાં, ભારતની આર્થિક અને બેંકિંગ સિસ્ટમ મજબૂત છે. તેમણે કહ્યું, વૈશ્વિક સંકટ વચ્ચે, આજે ભારતની આર્થિક વ્યવસ્થા મજબૂત છે, બેંકિંગ સિસ્ટમ મજબૂત છે. આ આપણી સંસ્થાઓની શક્તિ છે.