×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૈશ્વિક બજારમાં યુરો નબળો પડતાં અમેરિકન ડોલર 20 વર્ષની ટોચે


અમદાવાદ, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર

૫રશિયાએ યુરોપિયન સંઘને આપવામાં આવતા ગેસનો પુરવઠો ચાલુ નહિ કરતા યુરો ડોલર સામે વધુ એક નીચા સ્તરે પટકાયો છે. યુરો નબળો પડતાં અમેરિકન ડોલર ખુલતી બજારે આજે 2002 પછીના સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.

 વિશ્વના છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 110.23ની સપાટી ઉપર છે જે છેલ્લે 2002 માં અહી જોવા મળ્યો હતો. 

ડોલરના મૂલ્યમાં વધારો સૂચવે છે કે લોકો જોખમ છોડી સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે.  ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો ચાલુ રાખશે એવા ચેરમેન પોવેલના નિવેદન પછી ડોલરમાં તેજી આક્રમક બની છે. 

આજે ખુલતી બજારે ડોલર સામે યુરો 0.99, પાઉન્ડ 1.14 અને યેન 140.31 ની સપાટી ઉપર છે.