×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વીડિયોઃ રાહુલ ગાંધીએ પુલવામાં પહોંચીને શહિદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી




જમ્મુ કાશ્મીર, 28 જાન્યુઆરી 2023 શનિવાર

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી નીકળીને હવે જમ્મુ કાશ્મીરમાં પ્રવેશી ચૂકી છે. આજે રાહુલ ગાંધી પુલવામા પહોંચ્યાં હતાં. જ્યાં આતંકી હૂમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હૂમલા તેમજ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા હતાં. ત્યાર બાદ સમગ્રે દેશમાં તેમના નિવેદન પર વિરોધ થયો હતો. પરંતુ રાહુલ ગાંધીએ પુલવામાં પહોંચીને શહિદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં દેશમાં ફરીવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

પુલવામામાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા
વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ભારતીય સૈનિકો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા. તમામ જવાન CRPFના હતા. આ તમામને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા નિશાન બનાવાયા હતા અને 14 ફેબ્રુઆરી 2019ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ફોટો સાથે એક ટ્વીટ કરવામાં આવ્યું હતુ. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસે લખ્યું છે કે, 'અમે એ માટીને સલામ કરીએ છીએ જેમાં પુલવામા હુમલાના બહાદુર શહીદોનું લોહી છે. 

શુક્રવારે સુરક્ષામાં ચૂકને કારણે રાહુલ ગાંધીએ યાત્રાને રોકી
કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે સવારે પુલવામા જિલ્લામાં અવંતીપોરાના ચુરસુથી શરૂ થઈ હતી. યાત્રામાં પીડીપીનાં સુપ્રીમો મહેબૂબા મુફ્તી હજારો મહિલાઓની સાથે જોડાયાં છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં સામેલ થયા છે. શુક્રવારે સુરક્ષામાં ચૂકને કારણે રાહુલ ગાંધીએ યાત્રાને રોકી દીધી હતી. કોંગ્રેસે સુરક્ષામાં ચૂક માટે ભાજપને જવાબદાર ગણાવ્યો છે. આજે પંપોરની બિડલા ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક યાત્રાનો ટી-બ્રેક થયો હતો. શ્રીનગરના બહારનો વિસ્તાર પંઠા ચોકના ટ્રક યાર્ડમાં શનિવારે રાત્રે રોકાણ કરશે. 29 જાન્યુઆરીએ પંઠા ચોકથી યાત્રા બોલેવર્ડ રોડ ખાતે નેહરુ પાર્ક સુધી જશે.