×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વભરમાં 36 લાખ મસ્જિદો, ભારતમાં સંખ્યા કેટલી, પાકિસ્તાનથી વધુ કે ઓછી ?

નવી દિલ્હી, તા.8 મે-2023, સોમવાર

શું તમે જાણો છો કે વિશ્વભરમાં કેટલી મસ્જિદો છે... આનો જવાબ આપતા પહેલા આપણે જાણી લઈએ કે, ખ્રિસ્તી ધર્મ બાદ ઈસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. વિશ્વભરમાં ખ્રિસ્તીઓની સંખ્યા 260.5 કરોડની આસપાસ અને મુસ્લિમોની સંખ્યા 180 કરોડ છે. જ્યારે વિશ્વભરમાં હિન્દુઓની વસ્તી ત્રીજા નંબરે છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં મોટાભાગના ધાર્મિક સ્થળો અને પૂજા કરવાના સ્થળો એટલે કે ચર્ચ, મસ્જિદ અને મંદિરો આ ત્રણ ધર્મો સાથે સંકળાયેલા છે.

વિશ્વમાં કુલ 36 લાખ મસ્જિદો

વિશ્વભરમાં ધર્મો, લોકો અને તેમની સાથે જોડાયેલી તમામ બાબતોનો ડેટા જમા કરી, તેના પર સંશોધન કરનારી આંતરરાષ્ટ્રીય રિચર્ચ સંસ્થાન પીયૂ સિચર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર વિશ્વમાં કુલ 36 લાખ મસ્જિદો છે, જોકે આ આંકડો એક વર્ષ જૂનો છે.

વિશ્વભરમાં કેટલા ચર્ચ અને કેટલા મંદિરો છે ?

ધ કંપલીટ પિલીગ્રિમેજ સાઈટના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં લગભગ 3.5 કરોડ ચર્ચ છે, જેમાં નવા અને જુના તમામ ચર્ચો સામેલ છે. જ્યારે મંદિરો અંગે સંપૂર્ણ જાણકારી આપતી સાઈટ બિહાઈન્ડ એવરી ટેમ્પલનું કહેવું છે કે, વિશ્વભરમાં 20 લાખ મંદિરો છે અને સૌથી વધુ ભારતમાં છે.

ભારતમાં લગભગ 7 લાખ મંદિર

ગત દિવસોમાં બાંબે IITના પૂર્વ વિદ્યાર્થીઓ એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ ભારતમાં લગભગ 7 લાખ મંદિર છે. સૌથી વધુ મંદિરો તમિલનાડુમાં છે. દર એક લાખની વસ્તી સામે સરેરાશ 53 મંદિરો છે. જોકે ટ્રાવેલ ટ્રાઈંગલના ડેટા મુજબ, ભારતમાં કુલ 20 લાખ નાના અને મોટા મંદિરો છે. તમામ ગામો દીઠ નાનાથી મોટા સુધીના 5 મંદિરો જરૂર હોય છે.

સૌથી વધુ મસ્જિદો ઈન્ડોનેશિયામાં

પીયૂ સંશોધન મુજબ વિશ્વમાં સૌથી વધુ મસ્જિદો ઈન્ડોનેશિયામાં છે. અહીં 8 લાખથી વધુ મસ્જિદો છે. જોકે ઈન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જુસત કલ્લાએ ગત દિવસોમાં દાવો કર્યો હતો કે, તેમના દેશમાં 10 લાખ મસ્જિદો છે.

ભારત બીજા નંબરે

2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હિન્દુઓની વસ્તી 96 કરોડ જ્યારે બીજા નંબરે મુસ્લિમોની વસ્તી 17 કરોડ છે. ભારતમાં પણ વસ્તીના પ્રમાણમાં મસ્જિદોની સંખ્યા વધુ છે. મસ્જિદોની સંખ્યા મામલે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ અથવા ખાડી દેશોથી પણ આગળ છે. વિશ્વમાં ભારત બીજો દેશ છે, જ્યાં સૌથી વધુ મસ્જિદો છે. ડેટા મુજબ મસ્જિદોની સંખ્યા 3 લાખથી વધુ છે. જોકે ફાઈન્ડિંગ ડેટા મુજબ અહીં મસ્જિદોની સંખ્યા 7 લાખની આસપાસ છે.

ત્રીજા નંબરે બાંગ્લાદેશ અને ત્યારબાદ પાકિસ્તાન

વિશ્વમાં સૌથી વધુ મસ્જિદો મામલે બાંગ્લાદેશ ત્રીજા નંબરે છે. બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના મંત્રી શાહજહાં મિયાએ વર્ષ 2011માં સંસદમાં જણાવ્યું હતું કે, તેમના દેશમાં 250399 મસ્જિદો છે. જોકે આ વાતને 12 વર્ષ વીતી ગયા છે અને અહીં મસ્જિદોની સંખ્યામાં નિશ્ચિતરૂપે વધારો થયો હશે. બાંગ્લાદેશમાં મસ્જિદોની પણ ગણતરી થાય છે અને તે કામ ઈસ્લામિક ફાઉન્ટેશન કરે છે. ચોથા નંબરે પાકિસ્તાન છે, જ્યાં 12 લાખ મસ્જિદો છે ત્યારબાદ ઈજિપ્તમાં 1.10, સાઉદી અરબમાં 1 લાખ, તુર્કીમાં 82000 મસ્જિદો છે.

વર્ષ 2025 સુધીમાં વિશ્વમાં કેટલા મુસ્લિમો હશે

પીયૂ રિસર્ચના જણાવ્યા મુજબ 2025 સુધીમાં વિશ્વભરમાં મુસ્લિમો સંખ્યા વધીને 278 કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે, ત્યારબાદ દરેક દેશમાં આ જ પ્રમાણમાં મસ્જિદો પણ વધશે.