×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કલાકો સુધી ઠપ રહ્યા


ટ્વિટર પર લોકોએ મુશ્કેલીઓ જાહેર કરી રોષ ઠાલવ્યો

લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે પણ ખામી છે તેને દુર કરવામાં આવશે : વોટ્સએપની સ્પષ્ટતા 

નવી દિલ્હી : મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક વિશ્વભરમાં થોડા સમય માટે બંધ થઇ ગયા હતા. જેને પગલે આ બન્ને એપ્લિકેશનના યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ખાસ કરીને સમગ્ર વિશ્વમાં વોટ્સએપ ઠપ થઇ ગયું હતું. જેને પગલે કલાકો સુધી કઇ જ ડાઉનલોડ નહોતુ થતું જ્યારે મેસેજ પણ મોકલી નહોતા શકાતા. વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરાતા જણાવાયું હતું કે જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તેને ટૂંક સમયમાં દુર કરી લેવામાં આવશે. 

ફેસબુક, વોટ્સએ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેટ પ્લેટફોર્મની માલિકી ફેસબુક પાસે છે. આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશ્વભરમાં ઠપ થતા ટ્વિટર પર માર્ક ઝુકરબર્ગ અને વોટ્સએપ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા અને લોકોએ સમસ્યાઓ અંગે પોસ્ટ શેર કરી હતી.

ટ્વિટર પર લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. લોકોએ જણાવ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ખોલવા પર બફરિંગ થઇ રહ્યું છે. જ્યારે જો કોઇને વોટ્સએપ પર ફોટો, વીડિયો કે મેસેજ મોકલીએ તો તે સેન્ડ નથી થતો. 

એવા અહેવાલો છે કે ટેકનીકલ ખામીને કારણે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠપ થઇ ગયા હતા. ભારતમાં આશરે 41 કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે જ્યારે 53 કરોડથી વધુ વોટ્સએપના યૂઝર્સ છે. તેવી જ રીતે 21 કરોડથી વધુ લોકો ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.

આ પરેશાની વચ્ચે વોટ્સએપે પણ ટ્વિટ કરીને કહ્યું કે લોકો વોટ્સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમે આ સમસ્યા પર કામ કરી રહ્યા છીએ અને જે પણ મુશ્કેલી આવી રહી છે તેને દુર કરીશું. જેટલુ શક્ય હોય તેટલુ ઝડપથી અહીં સમસ્યાઓના નિરાકરણ અંગે જાણકારી આપતા રહીશું. અગાઉ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થઇ ચુક્યા છે.