×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વના ટોપ 18 વૈજ્ઞાનિકોએ કહ્યું – વાયરસ ચીનની લેબમાંથી લીક થયો છે તે વાતને નકારી ના શકાય

નવી દિલ્હી, તા. 14 મે 2021, શુક્રવાર

કોરોના વાયરસ દુનિયાભરમાં લાખો લોકોને ભરખી ગયો છે. ત્યારે અત્યાર સુધી એ સવાલનો કોઇ પુખ્ત જવાબ મળ્યો નથી કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ વિશે અત્યાર સુધીમાં અનેક દાવાઓ થઇ રહ્યા છે. જેમાં સૌથી વધારે ચીન પર આંગળી ઉઠી છે. ચીનની વુહાન લેબમાંથી આ વાયરસ લીક થયાની વાત સામે આવી છે. જો કે ચીન સતત આ દાવાને નકારી રહ્યો છે. ત્યારે હવે દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના વાયરસ ચીનની લેબમાંથી લીક થયો છે તે વાતને નકારી ના શકાય. 

2019ના વર્ષના અંતમાં ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધીમાં વિશ્વમાં 30 લાખ કરતા પણ વધારે મોત થયા છે. આ સિવાય અરબો રુપિયાનું આર્થિક નુકસાન પણ થયું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવીન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચિંસન કૈંસર રિસર્ચ સેન્ટરના જેસી બલૂમ સહિતના 18 વૈજ્ઞાનિકોએ કહ્યું કે મહામારીની ઉત્પતિને લઇને વધારે સંશોધન કરવાની જરુર છે. વૈજ્ઞાનિક ગૃપમાં સામેલ પ્રોફેસર ડેવિડ સલમૈને કહ્યું કે સાઇંસ જર્નલને લખેલા પત્રમાં કહ્યું કે ચીનની લેબમાંથી વાયરસના લાક હોવાની અથવા તો પશુઓમાંથી વાયરસના નિકળવાની થિયરીને નકારી ના શકાય.

વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વુહાનમાં કોરોના વાયરસની ઉત્પતિને લઇને જે સંશોધન કરવામાં આવ્યું તેમાં તમામ પહેલુંઓને ધ્યાનમાં નથી લેવાયા. સાથે જ લેબમાંથી વાયરસ લીક થયાની થિયરીને તપાસલાયક પણ ગણવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સંભવિત રીતે ચામાચિડીયામાંથઈ ફેલાયો .