×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની રાજધાની બનશે, CM જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી

Image : YS Jagan Mohan Reddy Twitter 

અમદાવાદ, 31 જાન્યુઆરી 2023, મંગળવાર

આંધ્રપ્રદેશની રાજધાની બદલવામાં આવી છે. આજે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી બેઠકમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન રેડ્ડીની યોજના ત્રણ રાજધાની બનાવવાની હતી જેમાં અમરાવતીને કાયદાકીય રાજધાની તરીકે, વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની તરીકે અને કુર્નૂલને ન્યાયિક રાજધાની તરીકે રાખવાની હતી. સીએમ રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટી દક્ષિણ આફ્રિકા મોડલ દ્વારા ત્રણ રાજધાનીઓ સાથે વહીવટનું વિકેન્દ્રીકરણ કરવા માંગતી હતી.

હૈદરાબાદ 10 વર્ષ માટે બંને રાજ્યોની રાજધાની હતી

આ પહેલા 2014માં જ્યારે તેલંગાણા આંધ્ર પ્રદેશથી અલગ થયું હતું ત્યારે હૈદરાબાદને 10 વર્ષ માટે બંને રાજ્યોની સામાન્ય રાજધાની જાહેર કરવામાં આવી હતી. આ સમયગાળો પૂરો થયા બાદ હૈદરાબાદને તેલંગાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશે 2024 પહેલા રાજધાની જાહેર કરવાની હતી.