×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિમાનો તોડી પાડે તેવી 150 અમેરિકન પોર્ટેબલ મિસાઈલ્સ તાલિબાન અને આતંકી સંગઠનોના હાથમાં આવી ગઈ

નવી દિલ્હી,તા.27 ઓગસ્ટ 2021,શુક્રવાર

અફઘાનિસ્તામાં થયેલા સત્તા પરિવર્તન બાદ જે રીતે તાલિબાનીઓ પાસે અમેરિકાનો શસ્ત્ર ભંડાર આવી ગયો છે તેનાથી દુનિયાના બીજા દેશો પણ ચિંતિત છે.

રશિયાએ ખાસ કરીને એવી 150 મિસાઈલ્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે વિમાનને તોડી પાડી શકે છે. આ મિસાઈલ્સ પૈકીની કેટલીક બીજા આતંકી સંગઠનોના હાથમાં પણ પહોંચી ગઈ હોવાની રશિયાને આશંકા છે. અમેરિકન બનાવટની મિસાઈલ્સ પોર્ટેબલ છે અને તેને આસાનીથી લોન્ચ કરી શકાય છે.

રશિયાની ફેડરલ સર્વિસ ઓફ મિલિટરી એન્ડ ટેકનિકલ કો ઓપરેશનના ડાયરેક્ટર દિમિત્રી શુગેવનુ કહેવુ છે કે, અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં 150 જેટલી મિસાઈલ્સ છોડી ગઈ છે. આ મિસાઈલ્સ કોની પાસે છે તેની કોઈને ખબર નથી. તેઓ આ મિસાઈલ્સનો ઉપયોગ યુરોપ, અમેરિકા, ભારત સહિત દુનિયાના કોઈ પણ દેશમાં કરી શકે છે.

આ પહેલા રશિયા તાલિબાનના કબ્જામાં આવી ગયેલા હથિયારોને લઈને ચિંતા જાહેર કરી ચુકયુ છે. રશિયાએ તો એવુ પણ કહ્યુ છે કે, તાલિબાન પાસે 100 કરતા વધારે પોર્ટેબલ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ છે.