×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિધાનસભા ચૂંટણીના ભણકારા : ભાજપે ચાર નેતાઓની ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરી

નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી 2021, મંગળવાર

આ વર્ષની અંદર દેશના ચારથી પાંચ રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. તમામ રાજકિય પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીની તૈયારો શરુ કરી દેવામાં આવી છે. ભાજપની વાત કરીએ તો ભાજપે આ ચૂટંણીને ધ્યાને રાખીને વરિષ્ઠ નેતાઓને જે તે રાજ્યની જવાબદારી સોંપી છે. ભાજપ દ્વારા નરેન્દ્ર સિંહ તોમર, જી કિશન રેડ્ડી, પ્રહલાદ જોશી અને અર્જૂન રામ મેઘવાલને આ જવાબદારી સોંપી છે.

રાજ્યવાર વાત કરીએ તો નરેન્દ્ર સિંહ તોમરને અસમ, જી કિશન રેડ્ડીને તામિલનાડૂ, પ્રહલાદ જોશીને કેરળ અને અર્જૂન મેઘવાલને પોંડિચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ચારેય નેતાઓને આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પ્રભારીઓ તરીકે મિન્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળની ચૂંટણીની જવાબદારી તો પહેલાથી જ ભાજપના માહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને સોંપવામાં આવી છે.

એપ્રિલ મે મહિનાની અંદર અસમ, તામિલનાડૂ, કેરળ, પોંડિટચેરી અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. જેમાં અસમની અંદર ભાજપ અને અસમ ગણ પરિષદની સરકાર છે. તો પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂળ કોંગ્રેસની સરકાર છે. કેરળની અંદર લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર છે તો તામિલનાડૂમની અંદર એઆઇડીએમકે સત્તામાં છએ, જે ભાજપની ગઠબંધન સહયોગી પાર્ટી છે.  માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર છે.