×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિદેશી ટી- શર્ટ પહેરીને ભારત જોડવા નીકળ્યા છે રાહુલ બાબા: અમિત શાહ


નવી દિલ્હી,તા. 10 સપ્ટેમ્બર 2022, શનિવાર 

જોધપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાવણ ચબૂતરા મેદાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના બૂથ કાર્યકર્તા સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમણે ભારત જોડો યાત્રા પર નિકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીએ જોરદાર હુમલો કર્યો છે. તેમજ રાજસ્થાનની ગેહલોત સરકાર પર વોટ બેંક અને તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. 

શુક્રવારે બીજેપીએ ટીશર્ટના ભાવને લઈને ફેસબુક પોસ્ટ કરી હતી. હવે રાહુલ ગાંધીના ટીશર્ટના મુદ્દા પર હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ ટિપ્પણી કરી છે. 

અમિત શાહે રાજસ્થાનના એક કાર્યક્રમમાં કટાક્ષ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હમણાં જ રાહુલ બાબા ભારત જોડો યાત્રા માટે રવાના થયા છે. વિદેશી ટી-શર્ટ પહેરીને તે ભારતને જોડવા નીકળ્યા છે. હું રાહુલ બાબા અને સંસદમાં આપેલા તેમના એક ભાષણને કોંગ્રેસીઓને યાદ કરાવું છું કે,રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા, આ તમે કયા પુસ્તકમાં વાંચ્યું છે? આ તે રાષ્ટ્ર છે જેના માટે લાખો-લાખો લોકોએ બલિદાન આપ્યું છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ભારતને જોડવા માટે બહાર આવ્યા છે, મને લાગે છે કે તેમણે ભારતનો ઈતિહાસ વાંચવાની જરૂર છે. તે જ સમયે, અમિત શાહે શનિવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગેહલોત સરકાર વિકાસના કામ કરી શકતી નથી, તે માત્ર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી શકે છે.

આ સિવાય કોંગ્રેસ સરકાર વિકાસના કામ કરી શકતી નથી. તે રસ્તાઓ બનાવી શકતા નથી, વીજળી આપી શકતા નથી, રોજગારી આપી શકતા નથી. કોંગ્રેસ વોટબેંકનું તુષ્ટિકરણ કરીને જ રાજનીતિ કરી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર પોકળ વચનો જ આપી શકે છે, તે વચનો પૂરા કરી શકતી નથી.

આ પણ વાંચો: રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા