×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિદેશથી ભારતમાં કોરોનાના કેસો આવવા લાગ્યા, હવે આ રાજ્યમાં વધુ 4 કેસ નોંધાતા ચિંતા વધી

Image: envato


ચીન, જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કે જ્યાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. હાલમાં ચીનની વાત કરવામાં આવે તો તેમની હાલત સૌથી ખરાબ છે. એમાં પણ હવે, ચીનની સરકારે આંકડા છુપાવવાનું શરૂ કર્યું છે.  તેને લઇ ભારતમાં રાજ્ય સરકારોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. એવામાં આજે ભારતમાં પણ બિહારના ગયા એરપોર્ટ પરથી નવા કોરોનાના કેસો જોવા મળ્યા છે. વધતા જતા કોરોનાના કેસો વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.

બિહારમાં ગયા એરપોર્ટ પર ચાર મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા  
હાલ બિહારથી સમાચાર છે મળી રહ્યા છે કે ત્યાં  વિદેશથી  આવેલા ચાર મુસાફરો કોરોના સંક્રમિત છે. ગયા એરપોર્ટ પર તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હવે તે યાત્રીના કોરોના રીપોર્ટને લઇ પુષ્ટિ કરવામાં આવી રહી છે. તે દરેક યાત્રીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 196 નવા કોરોના કેસો સામે આવ્યા છે. આ આંકડો તેના આગલા દિવસમાં આવેલા કેસની સાપેક્ષ ઓછો છે. જો કે એક સારી બાબતએ જોવા મળી રહી છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી.

કેન્દ્રીય આરોગ્યમંત્રીની  IMA સાથે કોરોનાને લઇ મિટિંગ 
કેન્દ્ર સરકાર દેશમાં કોરોનાને લઈને સતત તૈયારીઓ કરી રહી છે. આ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કોવિડ-19ની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠક કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આ જાણકારી પ્રાપ્ત થાય છે.