×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિજય રુપાણીની રાજકોટ મુલાકાત, કહ્યું – રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત નથી, રાજકોટ સિવિલમાં 200 બેડ વધશે

રાજકોટ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોનાની સ્થિતિ સતત કફોડી થઇ રહી છે. રાજ્યના મહાનગરોમાં સ્થિતિ વધારે ભયાવહ થતી જાય છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હોમટાઉન રાજકોટમાં પણ કોરોના બેફામ બનતા હાહાકાર મચ્યો છે. તેવામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત લીધી હતી. કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાને રાખીને તેમણે આ મુલાકાત લીધી છે.

મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત લઈને કોરોના મહામારીને કારણે વણસી રહેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી. જેમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત નથી. રાજકોટને ૧૪-૧પ હજાર રેમડેસિવિર ઈન્જેકશન મળી ચુકયા છે. તેમણે આગળ કહ્યું કે કોઇ કોઈપણ વ્યક્તિને ડાયરેકટ ઈન્જેકશન નહીં અપાય, જેતે હોસ્પિટલને ઈન્જેકશન ફાળવાશે.

વધુમાં વિજય રુપાણીએ એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા અપીલ કરી હતી. સાથે જ રાજકોટમાં સમરસ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવ્યાનું જમાવ્યું હતું. તો છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ૧પ હજાર બેડ વધારવામાં આવ્યાનું જણાવ્યું છે. 

વધુમાં તેમણે કહ્યું કે રાજકોટ સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવશે. રાજકોટ સિવિલમાં વધુ ૨૦૦ બેડ વધારવામાં આવશે. સાથે જ રાજકોટમાં હજુ ૧૭૦૦ બેડ ખાલી છે. દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના પર નિયંત્રણ લાવવા માટે સરકારે ટેસ્ટિંગ, ટ્રીટિંગ, ટ્રેકિંગ પર ભાર મુકયો છે.