×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિકરાળ પ્રદુષણઃ દિલ્હીમાં બાંધકામ પર ફરી રોક, મજૂરોને 5000 રુપિયા આપશે દિલ્હી સરકાર


નવી દિલ્હી,તા.25.નવેમ્બર,2021

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઓછુ થવાનુ નામ લઈ રહ્યુ નથી.જેના પગલે હવે દિલ્હી સરકારે તમામ બાંધકામો પર રોક લગાવી દીધી છે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ હતુ કે, બાંધકામમાં સામેલ મજૂરોને દિલ્હી સરકાર આર્થિક મદદ આપશે.ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે સરકારી કોલોનીઓમાંથી બસો દોડાવવામાં આવશે.મેટ્રો સ્ટેશન પાસેથી શટલ બસ સર્વિસ શરુ કરાશે.

બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે, બાંધકામ ઉદ્યોગ પર હાલમાં રોક લગાવાઈ છે ત્યારે મજૂરોના બેંક એકાઉન્ટમાં પાંચ-પાંચ હજાર રુપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.અમે મજૂરોને મિનિમમ વેજ પ્રમાણે વળતર પણ આપીશું.જે મજૂરોનુ રજિસ્ટ્રેશન નથી તેમનુ રજિસ્ટ્રેશન કરવા બાંધકામ સાઈટસ પર કેમ્પ લગાવાશે.

આ પહેલા દિલ્હી સરકારે સોમવારે બાંધકામ પરની રોક હટાવી લીધી હતી પણ વધતા જતા પ્રદુષણના કારણે દિલ્હી સરકારે ફરી બાંધકામ રોકી દીધુ છે.