×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડું બિપરજોય ગુજરાતથી દૂર નહીં ફંટાય, મોટુ નુક્સાન કરશે : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી


અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું ગુજરાતના જખૌના દરિયાકાંઠાથી 280 કિલોમીટર દૂર છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલ સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી ખુબ જ વધુ રહેશે. 


ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવાત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો ખતરો હજુ પણ રાજ્ય પર તોળાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થાળાતંર કરવાની કામગીરી કરવાની શરુ છે ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલે 4થી 8 સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી 150 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડું હાલ ગુજરાતમા નહી ફૂંકાઈ તેવી શક્યતા ઓછી થતા સાવચેત રહેવું જરુરી છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે

હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું ભીષણ છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ઉપરાંત અનેક ભાગોમાં ખુબ જ તે જ ગતિથી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તો બીજી તરફ ભરુચ, સુરત, અમરેલી, ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પોરબંદર અને દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.