×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં 11 લોકોનાં મોત, 6349 ગામડાંને ભારે અસર


વાવાઝોડાંની પશ્ચાદ્વર્તી અસરો: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદ થશે

મહારાષ્ટ્રમાં વીજળીનો પુરવઠો કરતી મહાવિતરણને ભારે નુકસાન વાવાઝોડું આગામી બે દિવસમાં રાજસ્થાનથી હરિયાણા સુધી પહોંચશે

મુંબઇ : અરબી સમુદ્રમાં આવેલા તોફાન એટલે કે તાઉક્ત વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં  ભારે નુકસાન  કરીને ગુજરાત તરફ ગયું છે. આ વાવાઝોડાથી મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારાના 6,349થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. આ વાવાઝોડામાં 11 જણના મોત થયા છે. જાનહાનિ થઇ છે એમાં ચાર જણ રાયગઢ, રત્નાગિરી અને  થાણેમાં 2-2, સિંધુદુર્ગ અને ધૂળેમાં 1-1- વ્યક્તિ મીરારોડમાં એક અને મુંબઇમાં એકનો સમાવેશ થાય છે.

વાવાઝોડાને પગલે પ્રભાવિત થયેલા વિસ્તારોના અનુમાન મૂકાય છે. જેમાં સિંધુદુર્ગ જિલ્લામાં 5.77 કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે. મુંબઇ, થાણે, પાલઘર રાયગઢ અને રત્નાગિરી  જિલ્લાના નુકસાનની ગણતરી કરવાનું શરૂ છે.

મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નિતીન રાઉતે જણાવ્યું હતું કે આ વાવાઝોડામાં થાણે, સિંધુદુર્ગ, રત્નાગિરી, રાયગઢ, પુણે, પાલઘર અને કોલ્હાપુરમાં કુલ 188 ઇલેક્ટ્રીક સબ સ્ટેશનોને નુકસાન થયું છે. એમાંથી 133 સબ સ્ટેશનોનું સોમવાર રાતે 9 વાગ્યા સુધી સમારકામ કરી લેવાયા હતા. 1095 ફીડર્સને નુકસાન થયું છે.

ઉર્જા વિભાગના અનુસાર આ વાવાઝોડાથી 6349 ગામડાની વીજળીનો પુરવઠો ખંડિત થયો હતો. એમાંથી 2,689 ગામડાને વીજળી પુરવઠો શરૂ થઇ ગયો છે. કેટલાક ગામડામાં આજે સાંજ સુધી વીજળી પુરવઠો મળી જશે.

વાવાઝોડુ વધારે નબળું પડયુ છે. તેના પગલે દિલ્હી-એનસીઆર સહિતના ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થશે, એમ ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું. 

ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સાઇક્લોન તૌકતના લીધે રાજસૃથાનનના દક્ષિણ ભાગોમાં વરસાદ પડયો છે અને હવે તે ઉત્તર ભારત તરફ આગળ વધ્યું છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આવતીકાલે તે રાજસૃથાનથી હરિયાણા તરફ આગળ વધશે. આના પગલે પૂર્વ અને પશ્ચિમીઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસૃથાન, દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. દિલ્હીના કેટલાક ભાગોમાંભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 

ભારતીય હવામાન વિભાગે બુધવારે નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)માં ઓરેન્જ રંગની ચેતવણી જારી કરી હતી. તેની સાથે વરસાતની જોડે-જોડે પ્રતિ કલાક 50થી 60 કિ.મી.નીઝડપે પવન ફૂંકાશે. 

સાઇક્લોનિક સરક્યુલેશન ઉત્તરાખંડ તરફ પણ આગળ વધશે અને તેની સાથે હિમાચલ પ્રદેશમાં પણ આગામી બે દિવસ વરસાદ પડશે, એમ તેમણે ઉમેર્યુ હતુ. ઉતર ભારતમાં આ સિવાય કેટલાક ભાગોમાં પશ્ચિમી અવરોધ પણ અસર કરી રહ્યોછે.

આમ પશ્ચિમની આ પદ્ધતિથી વરસાદ આવશે તેમ માનવામાંઆવે છે. વાવાઝોડુ ગુજરામાં સોમવારે અઠડાયુ હતુઅને તેના લીધે ગુજરાતમાંઅગાઉ ભારે વરસાદ પડી ચૂક્યો છે. સાઇક્લોને પશ્ચિમી કિનારે ઘણી ખાનાખરાબી મચાવી છે.