×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાથી 13 લોકોનાં મોત, નુકસાનનું આંકલન કર્યા બાદ સરકાર કરશે આર્થિંક મદદ: CM રૂપાણી

ગાંધીનગર, 18 મે 2021 મંગળવાર

ગુજરાતનો સમુદ્ર કિનારો ઓળંગીને મેદાની વિસ્તારોમાં ત્રાટકેલા ઝંઝાવાતી તોકતે વાવાઝોડાએ સર્વત્ર ભારે વિનાશ વેર્યો છે, રાજ્યનાં વિવિધ વિસ્તારોને ઘમરોળતું આ ચક્રવાત હાલ અમદાવાદ જિલ્લાથી મહેસાણા જિલ્લા તરફ આગળ વધ્યું છે, આ દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાથી સર્જાયેલા વિનાશ અંગે માહિતી  આપી, જે અનુસાર રાજ્યમાં વાવાઝોડાને કારણે 13 લોકોનાં મોત થયા છે. મોટાપ્રમાણમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે ઠેર-ઠેર અસંખ્ય ઝાડ પડી જતાં રસ્તા બ્લોક થયા છે. કુલ 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો . તેમાંથી 2101 ગામમાં ફરીથી વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. 3850 ગામમાં કામગીરી ચાલુ છે. 220 કેવીનાં 5 સબ સ્ટેશનને અસર થઇ છે, તે પૈકી 1 સબ સ્ટેશન ચાલુ છે. 66 કેવીના 165 સબ સ્ટેશનમાંથી 68 શરૂ થઈ ગયા છે. કુલ 950 ઈલેક્ટ્રી કંપનીઓની ટીમમાં 4250 લોકો જોડાયા છે.

રાજયમાં 69429 વીજ થાંભલાઓ તૂટી પડ્યા છે, 81 હજારથી વધુ થાંભલાઓ સરકાર પાસે છે. જેથી તુટેલા આ થાંભલાઓને બદલી નાખવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે. 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને 83 હોસ્પિટલમાં પુરવઠો ચાલુ કરી દીધો છે. 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે.

વિનાશક ચક્રવાતનાં કારણે રાજ્ય.માં કુલ 674 રસ્તાઓ બંધ કરાયા હતા. તેમાંથી 562 રસ્તા ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. 112 રસ્તા હજુ બંધ છે. 46 તાલુકામાં 4 ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે. અને ઉમરગામમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 6-7 ઈંચ વરસાદ પડ્યો છે. અને 10 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 96 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

વાવાઝોડાથી ઉનાળુ પાક ખાસ કરીને તલ, બાજરી, મગ પ્રકારનાં પાકોને ભયાનક નુકસાન થયું છે. બાગાયતી પાક ખાસ કરીને કેરી, નારિયેળીમાં નુકસાન થયું છે. કાચા મકાન, ઝુપડાઓ પડી ગયા છે. મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. કાચા મકાન, ઝુપડાઓ તૂટી જવા અને ખેતીવાડીમાં અને પશુઓનાં મોત વગેરે જે નુકસાન થયા છે, તેનું વિસ્તૃત આંકલન કરીને તેના આધારે ખેડુતો અને પશુપાલકોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. મત્સ્ય બંદરો, માછીમારોનાં નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. અને કેશ ડોલ્સ તથા ઘરવખરીની મદદ કરવામાં આવશે.