×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: ગુજરાતમાં 77 IAS અધિકારીઓની સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

અમદાવાદ, તા. 19 જૂન 2021, શનિવાર

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થયા છે. રાજ્ય સરકારે આજે 77 જેટલા IAS અધિકારીની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ અગાઉ 9 જૂનના રોજ મોડી રાતે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. 

- GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક

- પી. ભારતી લેબર કમિશ્નર

- આર.બી. બારડ બરોડા કલેકટર

- આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર

- જામનગર કલેક્ટર રવિ શંકરને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે.

- અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે..

- રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની બદલી નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- ઉદિત અગ્રવાલને મહેસાણાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.

- સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.

- એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.

- બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે

- સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

- અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે.

- ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.

(આ બ્રેકિંગ ન્યુઝ વધુ માહિતી માટે પેજ રિફ્રેશ કરતા રહો)