×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વસતી મામલે ભારતથી પછડાટ ખાઈ ચૂકેલા ચીને કર્યો મોટો નિર્ણય, સિંગલ વૂમનને આપ્યો આ અધિકાર

image : Envato 


હાલમાં ચીનની સરકાર દેશમાં ઘટતાં જન્મદરથી ચિંતિત છે. ત્યાંની સરકાર જન્મદર વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. દરમિયાન ચીનની સરકારે ફેબ્રુઆરીમાં અપરિણીત મહિલાઓની બાળકો પેદા કરવા માટે નોંધણી કરવાના નિયમને કાયદેસર બનાવી દીધો છે. તેનો અર્થ એ થયો કે ચીનમાં હવે અપરિણીત મહિલાઓ ગર્ભવતી થયા પછી પેઇડ લીવ અને ચાઇલ્ડ સબસિડી મેળવી શકશે.

આ મહિલા કરાવશે પ્રથમ રજિસ્ટ્રેશન 

ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડુની રહેવાસી ચેન લુઓજિન આ રજિસ્ટ્રેશનનો ભાગ બનવા જઈ રહ્યા છે. ચેન લુઓજિન 33 વર્ષીય છૂટાછેડા લઈ ચૂકેલી મહિલા છે. જો કે, ચીનની સરકાર સમગ્ર દેશમાં જન્મ નોંધણીનો કાયદો પણ લાગુ કરવાનું વિચારી રહી છે.

સ્થાનિક સરકારના નિર્ણયથી ખુશ : ચેંગડુ

અગાઉ ચીનમાં માત્ર પરિણીત યુગલોને જ પેઈડ લીવ અને ચાઈલ્ડ સબસિડી મેળવવાનો અધિકાર હતો. દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતની રહેવાસી ચેંગડુ સ્થાનિક ખાનગી ક્લિનિકમાં કાયદેસર રીતે ઇન-વિટ્રો ફર્ટિલિટી (IVF) સારવારનો લાભ લઈ શકે છે. હાલમાં તે 10 અઠવાડિયાની ગર્ભવતી છે. ચેંગડુ લોજિસ્ટિક્સ વિભાગમાં કામ કરે છે. સ્થાનિક સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું કે સિંગલ પેરેન્ટ બનવું એ દરેક વ્યક્તિ માટે સરળ વાત નથી. તેમને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે. હું આ નિર્ણયથી ખુશ છું. હું જાણું છું કે સરકારના આ નિર્ણયને કારણે ઘણી સિંગલ મહિલાઓ IVF કરી રહી છે.

ચીન વસ્તીમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે

ચીન છેલ્લા 60 વર્ષોમાં પ્રથમ વખત વસ્તીમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં લોકોની ઉંમર ઝડપથી વધી રહી છે. તેનાથી ચિંતિત દેશની સરકાર માર્ચ મહિનામાં ઇન-વિટ્રો ફર્ટિલિટી (IVF) સંબંધિત સેવાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી દેશભરમાં ઇન-વિટ્રો ફર્ટિલિટીની મદદથી પ્રજનન દર વધારવામાં મદદ મળશે. તેને એક બિઝનેસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે પહેલાથી જ વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે.