×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ દુનિયા માટે જરૂરીઃ ગ્લાસગોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દુનિયાને સંદેશ


ગ્લાસગો/સ્કોટલેન્ડ, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે આપણે પ્રાકૃતિક સંતુલનને નુકસાન પહોંચાડ્યું છે. ટેક્નોલોજીએ આપણને સારી તક આપી છે. પરંતુ માનવતાને બચાવવા માટે આપણે સુર્યની સાથે ચાલવું પડશે. તેમણે વન સન, વન વર્લ્ડ અને વન ગ્રિડને દુનિયા માટે જરૂરી જણાવ્યું છે.

ગ્લાસગોમાં COP26માં એક્સલરેટિંગ ક્લીન ટેક્નોલોજી ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  ફોશિલ ફ્યુલ (અશ્મિભૂત ઇંધણ)ના ઉપયોગે કેટલાક દેશોને સમૃદ્ધ બનાવયા પરંતુ તેનાથી પૃથ્વી અને પર્યાવરને નુકસાન પહોંચાડ્યું. અશ્મિભૂત ઇંધણની રેસમાં પણ ભૌગોલિક રાજકીય તણાવ પેદા કર્યો છે.

સૌર ઉર્જા સંપૂર્ણપણે સ્વચ્છ અને ટકાઉ છે. તેની સમસ્યા એક જ છે કે તે દિવસના સમયે જ ઉપલબ્ધ છે અને હવામાન પર નિર્ભર કરે છે. ‘વન સન, વન વર્લ્ડ એન્ડ વન ગ્રીડ‘ આ સમસ્યાનું સમાધાન છે. વિશ્વવ્યાપી ગ્રીડના માધ્યમથી સ્વચ્છ ઉર્જાને ક્યારેય પણ અને ગમે ત્યારે મોકલી શકાય છે.

વન સન વન વર્લ્ડ પર ભાર મુકતા વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું કે‘વન સન, વર્લ્ડ એન્ડ વન ગ્રીડ’ ફક્ત કુદરતી ભંડાર પરથી નિર્ભરતા જ નહીં પણ સૌર યોજનાને વ્યવહરીક્તાને પ્રોત્સાહન પુરૂ પાડશે. આ રચનાત્મક પહેલથી ફક્ત કાર્બન ફુટપ્રિન્ટ અને ઉર્જાનો ખર્જ જ નહીં પરંતુ કેટલાય દેશ અને ક્ષેત્ર વચ્ચેના સહયોગ માટે એક નવો રસ્તો ખોલશે.