×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વન રેન્ક વન પેન્શન મામલે સુપ્રીમકોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર, કહ્યું – તમે કાયદો હાથમાં ન લઈ શકો

Image: Wikipedia 



સુપ્રીમ કોર્ટે આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ન મળવા પર ચિંતા વ્યક્ત કરી હતી. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે.

વન રેન્ક વન પેન્શન મામલાની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચે કરી

વન રેન્ક વન પેન્શન મામલાની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચે કરી હતી. OROP પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના તાજેતરના કોમ્યુનિકેશન પર નારાજગી વ્યક્ત કરતા, બેન્ચે તેને પાછું ખેંચવા કહ્યું છે. ખંડપીઠે કહ્યું કે, તમે ચાર હપ્તામાં એરિયર્સ ચૂકવવા માટે પત્ર રજૂ કરી કાયદો તમારા હાથમાં લઈ શકો નહિ.

કેન્દ્રએ સમય માંગ્યો 

સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ પૂર્વ સૈનિકોને OROP માટેના એક હપ્તોની ચૂકવણી કરી દીધી છે. તેણે વધુ ચુકવણી માટે થોડો સમય માંગ્યો હતો. જેના પર બેંચે વેંકટરામણીને કહ્યું, "સૌપ્રથમ OROP લેણાંની ચુકવણી પર 20 જાન્યુઆરીની સૂચના પાછી ખેચવામાં આવે, પછી અમે સમય માટે તમારી અરજી પર વિચાર કરીશું."