×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડોદરા : ભાજપ-કોંગ્રેસની રેલી સામ-સામે આવી જતા છુટ્ટાહાથની મારમારી

અમદાવાદ, તા.03 ડિસેમ્બર-2022, શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારીના ઘટના સામે આવી છે. બીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની રેલી સામ-સામે આવી જતા મામલો બિચક્યો છે. કોંગ્રેસ પક્ષના આશરે 7થી 8 બાઈકને નુકસાન થયું છે. જ્યારે બંને પક્ષોની રેલી સામ-સામે આવી ત્યારે બંને પક્ષના ઝંડા અડતા મામલો બિચક્યો હતો અને ત્યાર બાદ ગંભીર ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. 

બીજા તબક્કાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો મતદારોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, પક્ષો રેલીઓ યોજી રહ્યા છે. દરમિયાન વડોદરા સાવલીના શેરપુરા ગામે ભાજપ દ્વારા તેમજ કોંગ્રેસ દ્વારા રેલીઓ કઢાઈ રહી હતી, જો આ દરમિયાન શેરપુરા ગામે બંને પક્ષોની રેલીઓ સામ-સામે આવી જતા ગરમા-ગરમી થઈ હતી અને જોત-જોતામાં બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારા-મારી શરૂ થઈ ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં SRPની ટીમ અને સાવલી પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવ્યા બાદ મામલે થાળે પડ્યો હતો, ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેલી રેલી આગળ પ્રચાર કરવા નિકળી પડી હતી.

સાવલીમાં ભાજપના કેતન ઇનામદારની જંગી રેલી

વડોદરાની સાવલી બેઠક પર ભાજપના ઉમેદવારે બીજા તબક્કા માટે પ્રચાર કર્યો. અંતિમ તબક્કામાં કેતન ઇનામદારની જંગી રેલી યોજાઇ. સાવલી ડેસરના સમગ્ર વિધાનસભા વિસ્તારને આવરી લે તે પ્રમાણે રેલી યોજવામાં આવી. કેતન ઇનામદારે જણાવ્યુ કે 50 હજારથી વધુ મતોથી તેમની જીત થશે.

મને ફાંસી થાય તો પણ વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડીશ

આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે. રૂપાણી, નીતિન પટેલ પાસે ચૂંટણી ન લડવા લખીને માગી લીધું. મારી પાસે પણ માગી લીધું હોત તો હું પણ હસતો હસતો જાન આપી દેત. મને જેલ થાય કે ફાંસી થાય વાઘોડિયાની જનતા માટે ચૂંટણી લડવાનો છું. આ ઉપરાંત તેમણે ડભોઇ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહ્યું ડભોઇના ધારાસભ્ય પહેલી વખત ચૂંટાયા હતા અને પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી.

મેનકા ગાંધીએ યોગેશ પટેલ માટે પ્રચાર કર્યો

વડોદરાની માંજલપુર બેઠકના 76 વર્ષીય ઉમેદવાર યોગેશ પટેલએ સમર્થકો અને ટેકેદારો સાથે વિજય વિશ્વાસ રેલી યોજી હતી. તેમના પ્રચાર માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને જીવદયા પ્રેમી મેનકા ગાંધી પણ જોડાયા હતા. વોર્ડ 17, 18 અને 19ના કાઉન્સિલર્સ અને કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ સહિતના હોદ્દેદારો વિજય વિશ્વાસ રેલીમાં સહભાગી થયા હતા. 200થી વધુ બાઈક સવાર, કાર સહિતના કાફલો રેલીમાં જોડાયો હતો. યોગેશ પટેલે સૌથી વધુ મતોથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, તમે યોગેશભાઈને વોટ આપો. તેઓ વર્ષોથી સારા ધારાસભ્ય પદે રહ્યા છે. તેઓએ માંજલપુર માટે ખૂબ કામ કર્યું છે અને હજુ પણ કરશે.