×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન મોદીએ આપેલા નિમંત્રણ બાદ ખેડૂત સંગઠનોએ કહ્યું – અમે વાતચીત માટે તૈયાર, સરકાર તારીખ નક્કી કરે

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2021, સોમવાર

ત્રણે નવા કૃષિ કાયદાના વિરોધમાં હજરો ખેડૂતો દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદે સોમવારે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન ખેડૂતોને આંદોલન પુરુ કરવાની પીલ કરી હતી.  સાથે જ ખેડૂત સંગઠનોને સરકાર સાથે વાતચીત માટે નિમંત્રણ પણ આપ્યું છે. ત્યારબાદ હવે ખેડૂતે આ મુદ્દે સરકારને વાતચીત માટે તારીખ નક્કી કરવાનું કહ્યું છે.

જો કે ખેડૂતોએ રાજ્યસભામાં નરેન્દ્ર મોદી દ્વારા કરાવામાં આવેલી એક ટિપ્પણી ઉપર આપત્તિ પણ જાહેર કરી છે. વડાપ્રધામને કહ્યું હતું કે દેશમાં આંદોલનજીવી નામની આંદલનકારીઓની નવી જાતિ આવી છે. ત્યારે તેના જવાબમાં ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે લોકશાહીમાં આંદોલનની ભૂમિકા મહત્વની હોય છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા શિવકુમાર કાકાએ કહ્યું કે તેઓ સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે, સરકાર તારીખ ને સમય નક્કી કરીને જણાવે.

તેમણે આગળ કહ્યું કે અમે સરકારને વાતચીત માટે ક્યારેય પણ ના નથી પાડી. જ્યારે પણ સરકારે વાતચીત માટે બોલાવ્યા ત્યારે ગયા છીએ. ઉલ્લેખનીય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 11 બેઠકો થઇ છે, જેમાં કોઇ સામાધાન આવ્યું નથી. ખેડૂતો ત્રણે કાયદાને પરત લેવાની માંગ ઉપર અડગ છે તો સામે સરકાર પણ તેમાં સંસોધન કરવાની વાત કરી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં યોજાનાર સરકાર અને ખેડૂતોની બેઠકમાં બંનેનું વલણ કેવું રહે છે.