×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાંખવાની ધમકી


નવી દિલ્હી,1 એપ્રિલ 2022,શુક્રવાર

દેશનાં વડાપ્રધાનને લઇને એક મોટા સમાચાર આવી રહ્યાં છે. PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવનું જોખમ હોવાનું એક ઈમેઈલ મળ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની મુંબઈની બ્રાંચને એક ઈ-મેઈલ મળ્યો છે જેમાં નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળી છે.

પીએમ મોદીને મારવા માટે 20 કિલો RDX જે-તે રાજ્યમાં પહોંચાડવામાં આવી ચૂક્યો છે. આ RDXની જ પીએમ મોદીને ઉડાડી દેવાનો દાવો ઈમેઈલમાં કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજસ્થાનમાં 10 કિલો RDX સાથે પોલિસે ત્રણ આરોપીઓને પકડ્યાં હતા.