×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વટાલીનો આરોપઃ 'ભારતીય મુસલમાનને તાલિબાન અને અલ-કાયદા જેવા નામોથી બદનામ કરવામાં આવી રહ્યા છે'


- અગાઉ મેહબુબા મુફ્તીએ આઝાદી બાદ જો ભાજપાની સરકાર બની હોત તો જમ્મુ કાશ્મીર ભારતમાં ન હોત તેમ કહેલું

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર

નેશનલ કોન્ફરન્સના નેતા શફકત અલી વટાલીએ ભારતીય મુસલમાનોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, સાંપ્રદાયિક શક્તિઓ દ્વારા તાલિબાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આઈએસઆઈ, આઈએસઆઈએસ અને અલ કાયદાનો ઉપયોગ ભારતીય મુસલમાનોને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વટાલીએ કહ્યું કે, હિંદુઓમાં અસુરક્ષાની ભાવના પેદા કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે આ મૂળ મુદ્દાઓ પરથી રાષ્ટ્રનું ધ્યાન હટાવવા માટે ઘડવામાં આવેલી સાંપ્રદાયિક નફરત છે. 

અગાઉ 21 તારીખના રોજ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તીએ કહ્યું હતું કે, આપણા પાડોશી (અફઘાનિસ્તાન)ને જુઓ. જ્યાંથી મહાશક્તિ અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવવી પડી. અમેરિકા બોરિયા-બિસ્તરા બાંધીને પાછા જવા મજબૂર થઈ ગયું. જો કેન્દ્ર સરકાર વાજપેયીના સિદ્ધાંતો પર પાછી નહીં આવે અને વાતચીત શરૂ નહીં કરે તો બરબાદી થશે. 

પીડીપી મુખિયાએ વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરી કમજોર નથી, તે ખૂબ જ બહાદુર અને ધૈર્યવાન છે. ધૈર્ય રાખવા માટે ખૂબ જ સાહસ જોઈએ. જે દિવસે સબ્રની દીવાલ તૂટી જશે, તમે પરાસ્ત થઈ જશો. આઝાદી બાદ જો ભાજપાની સરકાર બની હોત તો જમ્મુ કાશ્મીર ભારતમાં ન હોત. 

આ નિવેદનના થોડા દિવસ પહેલા મેહબુબાએ કેન્દ્ર સરકાર પર સરકારી સંસ્થાઓ (તપાસ એજન્સી)નું તાલિબાનીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મની લોન્ડ્રિંગના એક કેસમાં તેમની માતા ગુલશન નજીરની ઈડી દ્વારા આશરે 3 કલાક પુછપરછ કરવામાં આવી ત્યાર બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.