×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લ્યો બોલો! લોકો ઓક્સિજનના વાંકે મરી રહ્યા છે, ત્યારે આ હોસ્પિટલમાં અનેક નવા સિલિન્ડર કચરામાં ધૂળ ખાય છે


- બિહારની રાજધાની પટનાના સિવિલ સર્જન કાર્યાલયમાં 36 એકદમ નવા ઓક્સિજન સિલિન્ડર કચરામાં પડેલા મળ્યા

નવી દિલ્હી, તા. 9 મે 2021, રવિવાર

કોરોના વાયરસના ફેલાવાના કારણે આખા દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. લોકો હોસ્પિટલમાં એખ એક શ્વાસ માટે તડપી રહ્યા છે, તેમને ઓક્સિજન નથી મલી રહ્યો. તેવામાં બિહારમાં બેદરકારીની પરાકાષ્ઠા કહી શકાય તેવા ઘટના સામે આવી છે. એક તરફ ઓક્સિજનના વાંકે લોકો મરી રહ્યા છએ ત્યારે બિહારમાં નવા ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો કચરામાં પડ્યો છે. આ ઘટનાની જાણ થયા બાદ જિલ્લાધિકારી સહિતના લોકો દડતા થયા છે અને તપાસનો ધમધમાટ શરુ થયો છે.

આ ઘટના બિહારની રાજધાની પટનાની છે. એકતરફ પટનામાં ઓક્સિજન માટે મારામારી થઇ રહી છે, તો બીજી તરફ પટનાના ગર્દનીબાગમાં સિવિલ સર્જન કાર્યાલય અને કેમ્પસમાં લગભગ 36 એકદમ નવા ઓક્સિજન સિલિન્ડર કચરામાં પડેલા છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે બિહાર રાજ્ય સ્વાસ્થ્ય સમિતિનું કાર્યાલય પણ છે. જ્યારે આ સિલિન્ડરના ફોટો વાયરલ થયા ત્યારે તેને ફટાફટ ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે.


આ ઘટના અંગે સ્થળ પર પહોંચેલા જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે સફાઇ આપતા કહ્યું કે આપણી પાસે સિલિન્ડરની અછત નથી, પરતું ઓક્સિજનની અછત છે. જ્યારે હકીકત તો એ છે કે એવા કેટલાય લોકો છે, જેમને ઓક્સિજનની જરુર છે પણ સિલિન્ડર મળતા નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કહેર વચ્ચે બિહારની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે.