×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોરેન્સ અને ગોલ્ડીના નજીકનાઓ તથા આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી, 122થી વધુ ઠેકાણે દરોડા

image : Twitter

સમગ્ર દેશમાં ગેંગસ્ટર અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોની કમર ભાંગી નાખવા માટે  NIAએ એક મોટી કાર્યવાહી કરી છે. આતંકવાદ- નશીલા પદાર્થોની દાણચોરી અને ગેંગસ્ટર સાથે સાંઠગાંઠ મામલે એનઆઈએએ દેશભરમાં 122થી વધુ ઠેકાણે દરોડા પાડ્યા છે.  આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ, નીરજ બવાના સહિત ડઝનેક ગેંગસ્ટરના નજીકનાઓ પર કરવામાં આવી હતી. કાર્યવાહીમાં ખાલિસતાની આતંકી નેટવર્ક સાથે સંકળાયેલા લોકોને પણ આવરી લેવાયા હતા.  

આ રાજ્યોમાં ચાલી રહી છે કાર્યવાહી 

હાલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ તથા મધ્યપ્રદેશમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ રાજ્યોમાં 122થી વધુ ઠેકાણે  NIA દ્વારા દરોડાની કાર્યવાહી હજુ ચાલી રહી છે. પંજાબના મોગા ઉપરાંત નિહાલ સિંહવાલા તલવંડી ભગૌરિયામાં પણ એનઆઈએની ટીમ પહોંચી હતી. 

કયા રાજ્યમાં કેટલી જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ છે 

દિલ્હી-NCR: NIAના દરોડા 32 સ્થળોએ ચાલુ છે.

પંજાબ-ચંડીગઢ : ​​65 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે

ઉત્તર પ્રદેશ : પ્રતાપગઢ, બરેલી અને લખીમપુરમાં દરોડા પાડવામાં આવ્યા છે.

રાજસ્થાનઃ NIAએ 18 જગ્યાએ દરોડા પાડ્યા છે.

મધ્યપ્રદેશ: NIA 2 સ્થળોએ દરોડા પાડ્યા.