×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોન-સટ્ટાબાજીમાં સંડોવાયેલી 232 ચાઈનીઝ એપ્સ પર ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ

Image: pixabay



નવી દિલ્હી, તા.5 ફેબ્રુઆરી, 2023, રવિવાર 

ચીન સાથે સંબંધિત સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ વિરુદ્ધ ભારત સરકાર દ્વારા વધુ એક કડક પગલું ભરાયું છે. કેન્દ્રની મોદી સરકારે સટ્ટાબાજી સંબંધિત 138 અને લોન સંબંધિત 94 એપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા અને તેને બ્લૉક કરવાનું શરૂ કરી દીધું છે. 

બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય(MeitY)ને ચાલુ અઠવાડિયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ એપ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેના બાદ જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 

ગૃહ મંત્રાલયે ૬ મહિના અગાઉ કાર્યવાહી શરૂ કરી હતી 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 6 મહિના અગાઉ લોન આપતી ચાઇનીઝ એપ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણ થઇ કે આવી 94 એપ ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઈ અન્ય ત્રીજા પક્ષની લિન્કના માધ્યમથી પણ તે ડાઉનલોડ કરી શકાતી હતી. આ એપ્સ દ્વારા મોટાપાયે વધુ વ્યાજે લોન આપીને લોકોને જાળમાં ફસાવવામાં આવતા હતા અને એપ્સની મદદથી જાસૂસી પણ કરાઈ રહી હોવાની માહિતી મળી હતી. આવી એપ્સથી ભારતીય યૂઝર્સના ડેટાને પણ ખતરો હોવાની માહિતી મળી છે. 

અનેક લોકોને આપઘાત કરવા પણ મજબૂર કર્યા 

આવી એપ દ્વારા લોન આપ્યા બાદ જો ગ્રાહક લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમના ફોટાને મોર્ફ કરીને તેમના જ સંબંધીઓને મોકલીને તેમને સમાજ સામે ક્ષોભજનક સ્થિતિમાં મૂકવામાં આવતા હતા. જેના લીધે અનેક લોકોએ આપઘાત પણ કરી લીધા હતા.