×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોન ફ્રોડ કેસ : ICICIના પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિની CBIએ ધરપકડ કરી

નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર-2022, શુક્રવાર

CBIએ બેંક લોન ફ્રોડ કેસમાં ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. માર્ચ-2018માં ચંદા કોચર પર તેમના પતિને આર્થિક ફાયદો પહોંચાડવા તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

ચંદા કોચર એ સમિતિનો ભાગ હતા જેણે 26 ઓગસ્ટ-2009ના રોજ વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સને રૂ. 300 કરોડ અને 31 ઓક્ટોબર 2011ના રોજ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 750 કરોડની મંજૂરી આપી હતી. ચંદા કોચર જે સમિતિમાં હતા તે સમિતિના આ નિર્ણયથી બેંકના નિયમન અને નીતિનું ઉલ્લંઘન થયું છે.

વર્ષ 2020ના મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDએ ચંદા કોચર અને તેમના પતિની કરોડો રૂપિયાની લોન અને તેનાથી સંબંધિત અન્ય બાબતોમાં પૂછપરછ કરી હતી. આ લોન ICICI બેંક દ્વારા વર્ષ 2009 અને 2011માં વીડિયોકોનને અપાઈ હતી. ચંદા કોચર તે સમયે બેંકના MD અને CEO હતા. CBIએ આ કેસમાં FIR નોંધી હતી. ત્યારબાદ EDએ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.