×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકોની પ્રાઈવસી માટે હસ્તક્ષેપ કરવો પડશે: વોટ્સ એપની નવી પોલીસી પર સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

વોટ્સેએપની નવી પોલીસીને લઈને વિવાદનો વંટોળ ગતિ પકડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સોશિયલ મીડિયા કંપની ફેસબુક અને વ્હોટ્સ એપની નવી નીતિને ધ્યાનમાં રાખી લોકોની પ્રાઈવસીની રક્ષા માટે હસ્તક્ષેપ કરવો પડશે.

સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે, લોરોની ગંભીર આશંકા છે કે તેઓ પોતાની પ્રાઈવસી ગુમાવી દેશે અને તેની રક્ષા કરવું અમારું કર્તવ્ય છે. કોર્ટે વ્હોટ્સએપને કહ્યું કે, લોકો કંપનીથી વધારે પોતાની પ્રાઈવસીને મહત્વ આપે છે.

કોર્ટે ફેસબુક અને વ્હોટ્સ એપને કહ્યું, તમે 2 કે 3 ટ્રિલિયનની કંપની હશો પરંતુ લોકો પોતાની પ્રાઈવસીની કિંમત તેનાથી વધારે માને છે અને તેને એવું માનવાનો હક છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુરોપ અને ભારત માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યાં છે. ભારતમાં ડેટા પ્રોટેક્શન કાનુન બનવાનો છે. તેની રાહ જોયા વિના પહેલા વોટ્સએપ નવી પોલીસી લઈ આવ્યું છે.

આ મામલો વોટ્સએપની તે પ્રાઈવસી પોલીસી સાથે જોડાયેલો છે જે 2016માં આવી હતી તેને લઈને પણ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કેસની સુનવણી કરતા કોર્ટે સરકારને પુછ્યું હતું કે નાગરિકોના અંગત ડેટા સુરક્ષિત રાખવા અને તેનો ખોટો ઉપયોગ રોકવા માટે શું કે કોઈ કાયદો બનાવશે? સરકારે આ મુદ્દે જવાબ આપવાનો છે.