×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકોના હજારો કરોડ રુપિયા ઈનકમટેક્સ વિભાગ પાસે પડી રહ્યા છે, નથી કોઈ ક્લેમ કરનાર, આવુ છે કારણ


નવી દિલ્હી, તા. 28. જાન્યુઆરી 2022 શુક્રવાર

સામાન્ય લોકોના હજારો કરોડ રુપિયા ઈનકમટેક્સ વિભાગ પાસે પડી રહ્યા છે અને તેના પર કોઈ દાવો કરનાર નથી.

મળતી વિગતો પ્રમાણે 2017માં આ રકમ 600 કરોડ થવા જતી હતી અને હવે તેમાં ઘણો વધારો થઈ ગયો છે.સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ છે કે, આ રકમ લોકોને પાછી આપવા માટે કોઈ પધ્ધતિ વિચારવી જોઈએ .

સડક અકસ્માત માટે જે ક્લેઈમ ચુકવવામાં આવે છે તેના પર 10 થી 20 ટકા ટીડીએસ લાગે છે.મતલબ કે ક્લેઈમના 10 થી 20 ટકા ઈનકમટેક્સ વિભાગ કાપી લે છે.

ટીડીએસની રકમ રિફંડ મળી શકે છે પરંતુ ક્લેમ મેળવનારા ઘણા લોકો આર્થિક રીતે નબળા અને શિક્ષિત પણ નથી અને તેમને ખબર પણ નથી હોતી કે ટીડીએસ તરીકે કપાયેલી રકમ પાછી મેળવી શકાય છે.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનમાં કહેવાયુ છે કે, 2017 સુધી આ રકમ 600 કરોડ રુપિયા જેટલી થવા જતી હતી.હવે તો તેમાં ઘણો વધારો થઈ ગયો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે, આગામી સુનાવણી દરમિયાન સરકાર જણાવે કે ટીડીએસ પેટે કપાતી રકમનો સરકાર કેવી રીતે ઉપયોગ કરવા માંગે છે.લોકોને રિફંડ અંગે જાણકારી આપવાની જરુર છે.બજેટમાં કદાચ સરકાર આ બાબત પર કોઈ જોગવાઈ કરે તો સારુ રહેશે.