×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકશાહી બચાવવા માટે ભાજપ સામે એકજૂથ થવાનો સમય આવી ગયો, મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો

કોલકાતા, તા. 31 માર્ચ 2021, બુધવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઇને રાજકિય ગરમાવા વચ્ચે મમતા બેનર્જીએ બુઝવારે દેશના વિપક્ષી દળના નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતા બેનર્જીએ લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે. 

નંદીગ્રામની અંદર ચૂંટણી પ્રચાર મંગળવારે પુરો થયા બાદ ટીએમસી પ્રમુખે આજે આ પત્ર લખ્યો છે. મમતા બેનર્જીએ 15 જેટલા બિનભાજપી નેતાઓને વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો છે. આ તમામ નેતાઓને લોકશાહી બચાવવા માટે ભાજપ સામે એકજૂથ થવાની અપીલ કરી છે.

મમતા બેનર્જીએ જે નેતાઓને પત્ર લખ્યો છે, તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત પાંચ રાજ્યના મુખ્યમંત્રી સહિત મોટા નેતાઓનો સમાવેશ થાય છે. શરદ પવાર, એમકે લ્ટાલિન, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, જગન મોહન રેડ્ડી, નવીન પટ્ટનાયક, કેએસ રેડ્ડી, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને દિપાંકર ભટ્ટાચાર્યને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.

પત્રમાં મમતા બેનર્જીએ લખ્યું છે કે મારું માનવું છે કે લોકશાહી અને બંધારણ પર ભાજપ દ્વારા થઇ રહેલા હૂમલાઓ સામે એક થઇને સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે. આ સિવાય મમતા બેનર્જીએ રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શઆસન (સંશોધન) કાયદો 2021નો પણ વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એનસીટી બિલ 2021 રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી પસાર થઇ ગયું છે. ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે. ત્યારે મમતા બેનર્જીએ આરોપ લાવ્યો છે કે ભાજપ રાજ્યપાલનો દૂરુપયોગ કરી રહ્યું છે.