×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકડાઉન પહેલા દારુની દુકાનો પર ટોળા ઉમટતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો


નવી દિલ્હી,તા.16.મે.2021

પશ્ચિમ બંગાળમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં કરવા માટે 15 દિવસનુ આકરુ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.આ લોકડાઉન પહેલા શનિવારે લોકોએ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી.કેટલીક જગ્યાએ તો આજે સવારે પણ લાઈનો જોવા મળી હતી.

પોલીસે દારુની દુકાનો પરના ટોળા વીખેરવા માટે એક જગ્યાએ લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.શનિવારે રાજ્ય સરકારે જાહેર કર્યુ હતુ કે, 16 મેથી રાજ્યમાં આકરુ લોકડાઉન લગાવાશે.જેના પગલે શનિવારે બપોરથી જ દારુની દુકાનો પર ભારે ભીડ થવા માંડી હતી.લોકો દારુની દુકાનોની બહાર હાથમાં થેલા લઈને દારુ ખરીદવા માટે લાઈનમાં ઉભેલા નજરે પડી રહ્યા હતા.

આજે સવારે પણ કેટલીક જગ્યાએ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમાં પણ પોલીસને ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.દારુના બંધાણીઓ આજે વહેલી સવારથી ભેગા થવા માંડ્યા હતા.પોલીસે લોકડાઉન લાગુ કરવા માટે હવે આકરુ વલણ અપનાવવાનુ શરુ કર્યુ છે.આજે સવારે દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તારમાંથી ઘણા લોકોની બજારમાંથી ધરપકડ કરાઈ છે.સવારે 10 વાગ્યાથી તમામ દુકાનોને બંધ કરાવી દેવાઈ હતી.

રાજ્ય સરકારે સવારે સાત થી 10 વાગ્યા સુધી જીવન જરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મંજૂરી આપી હોવાથી આજે સવારથી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.જેના પગલે પોલીસને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અપીલ કરવી પડી હતી.