×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકડાઉનથી જીએસટીમાં 39 હજાર કરોડનું ગાબડું, મેમાં આવક રૂ.1.02 લાખ કરોડ


એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ.1.41 લાખ કરોડ હતું  

સતત આઠમી વખત જીએસટીની આવક રૂ. એક લાખ કરોડને પાર : રૂ. 1,02,709 કરોડના જીએસટીમાં કેન્દ્રના 19,592 અને રાજ્યના 22,653 કરોડનો સમાવેશ

નવી દિલ્હી : શનિવારે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર મે મહિનામાં જીએસટી કલેક્શન એકવાર ફરી એક લાખ કરોડને પાર રહ્યું છે. સતત આઠમી વખત જીએસટી કલેક્શન એક લાખ કરોડથી વધુ રહ્યું છે.

તાજેતરના આંકડા અનુસાર ગત મે મહિનામાં 102709 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. જે એપ્રીલ મહિનાના મુકાબલે ઓછુ છે. કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉન અને અન્ય પ્રતિબંધો લગાવાયા હતા જેની અસર માર્કેટ પર જોવા મળી હતી.

જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વખતે 102709 કરોડ રૂપિયા જીએસટી કલેક્શનમાં મળ્યા, જેમાં સીજીએસટી એટલે કે કેન્દ્રનું જીએસટી 17592 કરોડ, એસજીએસટી એટલે કે રાજ્યોનું જીએસટી 22,653 કરોડ રૂપિયા અને ઇંટીગ્રેટેડ આઇજીએસટી 53,199 કરોડ રૂપિયા તેમજ સેસ રૂ. 9265 કરોડ છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં જીએસટી કલેક્શન 65 ટકાથી વધુ રહ્યું છે. આંકડા ઘરેલુ લેનદેન પર ચાર જૂન સુધીના જીએસટી સંગ્રહના છે. કોરોના-19ની બીજી લહેરને કારણે કરદાતાઓને મેમાં 15 દિવસ મોડા રિટર્ન ફાઇલ કરવા પર વ્યાજમાં છૂટ અને કાપના રૂપમાં રાહત આપવામાં આવી છે. 

મંત્રાલયે કહ્યું છે કે અનેક રાજ્યોમાં લોકડાઉન છતા સંગ્રહનો આંકડો એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. જોકે કોરોનાની બીજી લહેરને કારણે સરકારના જીએસટી કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રીલમાં ઓલટાઇમ હાઇ જીએસટી કલેક્શન હતું, એપ્રીલ 2021માં સરકાર ગ્રોસ જીએસટી કલેક્શન 1,41,384 કરોડ રૂપિયા હતું.

ભલે મે મહિનામાં જીએસટી કલેક્શન એપ્રીલની તુલનાએ ઘટયો હોય પણ કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધો છતા મે મહિનામા આ કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. આ સતત આઠમો મહિનો છે જ્યારે જીએસટીનું માસિક કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે મેના આ જીએસટી સંગ્રહ આંકડામાં 4 જૂન સુધી ઘરેલુ લેનદેનથી પ્રાપ્ત જીએસટી પણ સામેલ છે.