×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લૉકડાઉનના ભયથી શેરબજારમાં કડાકો સેન્સેક્સમાં 870, નિફટીમાં 230નું ગાબડું


જાહેર ક્ષેત્રની બેંકોની NPA વધવાની ભીતિ

રોકાણકારોની સંપત્તિમાં રૂ.2.17 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ : દેશમાં કોરોનાના કેસોમાં તોતિંગ વધારો થતા અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ તેમજ આગામી સમયમાં આકરા પગલા ભરાય તેવી સંભાવના તેમજ સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએ વધવાની ભીતિ પાછળ ફેલાયેલા ગભરાટ વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ભારે અફડાતફડીના અંતે ગાબડા નોંધાયા હતા.

જેના પગલે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 2.17 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી વધતા અનેક રાજ્યોમાં મિની લોકડાઉન અમલી બન્યા છે. આમ છતાં, કેસોમાં વધારો થતાં આગામી સમયમાં વધુ આકરા પગલા ભરાશે તેવી ભીતિનો બજારમાં ગભરાટ ફેલાયો હતો.

બીજી તરફ મોરેટોરિયમ અંગેના સુપ્રીમના ચુકાદા બાદ સરકારી બેંકોની એનપીએમાં રૂા. 2000 કરોડ જેટલો વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ આવતીકાલે રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં આકરૂં વલણ જળવાઈ રહેવાની સંભાવના છે.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ઇન્ટ્રા ડે સેન્સેક્સમાં 1149 પોઇન્ટનો કડાકો બોલ્યા બાદ નીચા મથાળે આઇ.ટી. શેરોમાં નવી લેવાલીએ બજાર બાઉન્સ થયું હતું. જો કે, આમ છતાં ય કામકાજના અંતે સેન્સેક્સ 870.51 પોઇન્ટ તૂટી 49159.32ના મથાળે નરમ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ ચોમેરની વેચવાલીના દબાણે ઇન્ટ્રા ડે 408 પોઇન્ટ તૂટયા બાદ અંતિમ તબક્કામાં બાઉન્સ થઈ કામકાજના અંતે 229.55 પોઇન્ટ તૂટીને 14637.80ના મથાળે બંધ રહ્યો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સેન્સેકસમાં ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 2.17 લાખ કરોડનું ધોવાણ થતાં કામકાજના અંતે રૂા. 205.09 લાખ કરોડ રહ્યું હતું.