×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લુધિયાણાની કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પાકિસ્તાન અને ખાલિસ્તાનીઓ જવાબદાર


ચંદીગઢ, તા. 25. ડિસેમ્બર, 2021 શનિવાર

પંજાબના લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ બહાર આવ્યુ છે.

સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે, જર્મનીમાં રહેતા ખાલિસ્તાન સમર્થક આતંકી જસવિન્દર સિંહે આ બ્લાસ્ટમાં મહત્વનો રોલ ભજવ્યો છે.મૂળે પંજાબનો રહેવાસી જસવિન્દર સિંહ પાકિસ્તાનના નેટવર્કનો ઉપયોગ કરીને ભારતમાં હથિયારો અને વિસ્ફટકો પણ ઘૂસાડી રહ્યો છે.

એવુ કહેવાય છે કે, આ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તે આતંકી હુમલા કરાવવાની યોજના બનાવી રહ્યો છે.તેણે એક ખેડૂત આગેવાનને પણ ટાર્ગેટ કર્યા હતા.

એક અધિકારીનુ કહેવુ છે કે, ખાલિસ્તાની પરિબળો દ્વારા પંજાબમાં અશાંતિ ફેલાવવાના પ્રયત્નો પર નજર રાખવામાં આવી રહી છે.પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ પંજાબમાં આતંક ફેલાવવા માટે દોરી સંચાર કરી રહ્યા છે .આ વર્ષે પંજાબમાં 42 વખત ડ્રોન દેખાયા છે અને કેટલાક મામલા રિપોર્ટ નથી થયા.આ ડ્રોનનો ઉપયોગ વિસ્ફોટકો અને હથિયારો ડ્રોપ કરવામાં થયો છે.

જર્મની સ્થિત ખાલિસ્તાની જસવિન્દર સિંહે કટ્ટરવાદી બનાવાયેલા એક વ્યક્તિની ઓગસ્ટ મહિનામાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ માં એક વ્યક્તિનુ મોત થયુ હતુ અને પાંચ ઘાયલ થયા હતા.