×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લીવઈન પાર્ટનરની હત્યા કરી લાશના મિક્સરમાં ટૂકડા કરી કૂકરમાં બાફી કૂતરાઓને ખવડાવ્યા


મુંબઈના મીરા રોડમાં શ્રદ્ધા વાલ્કર કેસ કરતાં પણ વધુ હેવાનિયતભર્યું કૃત્ય

પાડોશીને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા કમકમાટીભરી મર્ડરની જાણ થઇ

56 વર્ષના મનોજ સાનેએ 36 વર્ષની સરસ્વતીના લાકડા કાપવાની આરીથી ટૂકડા કર્યા, 3 દિવસ આ ટૂકડાઓ સાથે જ ઘરમાં રહ્યો અને નિકાલ કરતો રહ્યો, પોલીસને પગના અવશેષો સહિતના અવયવોના ટૂકડા મળ્યા

મુંબઇ :  મુંબઈ નજીક મીરા રોડ પર   લિવ ઈન રિલેશન શિપમાં રહેતા ૫૬ વર્ષીય પ્રેમીએ તેની ૩૬ વર્ષીય પાર્ટનરની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ આરીથી તેના શરીરના ૧૦૦ ટૂકડા કર્યા હતા. તેણે આ ટૂકડાઓને મિક્સરમાં ગ્રાઈન્ડ કર્યા હતા અને કૂકરમાં બાફી નાખી થોડાક ગટરમાં પધરાવ્યા હતા તો કેટલાય ટૂકડા કૂતરાઓને ખવડાવી દીધા હતા. પડોશીઓને દુર્ગંધ આવતાં તેમને પોલીસને જાણ કર્યા બાદ આ ભારે ધૃણાસ્પદ અને કમકમાટીભરી ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. શ્રદ્ધા વાલ્કર કેસ કરતાં પણ વધારે હેવાનિયત ધરાવતાં આ કૃત્યના ઘટસ્ફોટથી ભારે હાહાકાર ફેલાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં તેને ૧૬મી જૂન સુધીના રિમાન્ડ અપાયા છે. પોલીસે ફલેટેમાંથી મિક્સ વગેરે જપ્ત કર્યાં હતાં. ફલેટની જડતીમાં પોલીસને મહિલાના પગ સહિતના કેટલાક  અવશેષો મળ્યા હતા.  

મીરા-ભાઇંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-૭, ગીતા આકાશદીપ બિલ્ડીંગ, 'જે' વિંગમાં ફ્લેટ નંબર ૭૦૪માં આશરે છેલ્લા ત્રણ વર્ષથી મનોજ સાને (ઉં.વ. ૫૬) તેની પ્રેમિકા સરસ્વતી વૈદ્ય (ઉં.વ.૩૬) સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. એમ મનાય છે કે  બંને વચ્ચે વિવાદ થતા વિકૃત મનોજે કદાચ ચોથી  જૂનના સરસ્વતીની હત્યા કરી હતી.  તે પછી તેણે લાશનો તત્કાળ નિકાલ કરવાના બદલે ઘરમાં જ રાખી હતી અને આટલા દિવસથી મૃતદેહના ટૂકડા સાથેના ઘરમાં જ તે રહ્યો હતો. તેણે હત્યા છૂપાવવા માટે લાશની નિકાલ માટે બહુ જ ઘાતકી, અમાનવીય અને હેવાનિયત ભરેલો માર્ગ અપનાવ્યો હતો. તેણે સરસ્વતીની હત્યા કર્યા બાદ ે લાકડા કાપવાના મશીનથી તેના  મૃતદેહના કેટલાય નાના નાના ટૂકડા  કરી નાખ્યા હતા. એટલું જ નહીં તેણે આ ટૂકડા વારાફરતી કૂકરમાં બાફી નાખ્યા હતા અને મિક્સરમાં પીસી પણ નાખ્યા હતા.

તેમાંથી કેટલાય  ટૂકડા તેણે થેલીમાં ભરીને બહાર ફેંકી દીધા હોવાની શંકા છે. આ સિવાય તેણે  કેટલાય ટૂકડાનો ગટરમાં નિકાલ કરી દીધો હોવાની તથા કેટલાય ટૂકડા  શ્વાનન ખવડાવી દીધાનું મનાય છે. પડોસીઓએ આપેલી જુબાની અનુસાર મનોજ  છેલ્લા બે-ત્રણ દિવસથી કૂતરાઓને કશુંક ખવડાવી રહ્યો હોવાનું તેમણે જોયું હતું. આ પહેલાં તે ક્યારેય કૂતરાઓને કશું ખવડાવતો હોવાનું જણાયું ન હતું. તે પરથી જ તેણે લાશના ટૂકડા કૂતરાઓને ખવડાવી દીધાનું મનાય છે. 

ત્રણ દિવસતી લાશના ટૂકડા ઘરમાં સડતા હોવાથી તથા તેને મિક્સરમાં પીસવામાં અને કૂકરમાં બાફવામાં આવતાં ભારે વિચિત્ર ગંધ ફેલાઈ હતી. આથી પડોશીઓને કશુંક અજૂગતું બન્યાની શંકા ગઈ હતી. મનોજ અને સરસ્વતી ત્રણ વર્ષથી અહીં રહેતાં હતાં પરંતુ પડોશીઓ સાથે હળતાં ભળતાં નહીં  હોવાથી પડોશીઓને તેમની સાથે વાતચીતનો પણ વ્યવહાર ન હતો. કેટલાક પડોશીઓએ જોકે મનોજને રસ્તામાં અટકાવી આ શેની વાસ આવે છે તેવું પૂછ્યું હતું પરંતુ તેણે કોઈ સરખો જવાબ  આપ્યો ન હતો. ઉલ્ટાનું તેણે ફલેટમાં એરફ્રેશનર છાંટવાનું શરુ કરી દીધું હતું. આથી, પડોશીઓની શંકા દૃઢ બની હતી અને તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. 

નયાનગર પોલીસ ફલેટ પર પહોંચી અંદર તપાસ કરી હતી. ફ્લેટની અંદરનું દ્રશ્ય જોઇને પાડોશી અને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ફ્લેટમાં મહિલાનો પગ મળ્યો હતો. પછી ઘરમાં બાલદી, વાસણમાં મહિલાના ધડ, માથાના ટુકડા હતા. તે પ્રેશર કુકરમાં ઉકાળીને સંતાડવામાં આવ્યા હતા. પોલીસને કેટલાક બળેલા ટુકડા પણ મળ્યા હતા.આરોપી ધીમે ધીમે આ ટુકડાનો નિકાલ કરી રહ્યો હતો. જો કે મૃતકના શરીરના અમૂક ભાગ હજી પણ ગાયબ છે. પોલીસે એની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે મનોજના ઘરમાંથી  મિક્સર, કૂકર તથા અન્ય કેટલીય ચીજવસ્તુઓ વસ્તુઓ જપ્ત કરી છે. તે જે ટુ વ્હીલર પર ટૂકડા ફેંકવા જતો હતો તે પણ કબજે લેવાયું છે. 

આરોપી મનોજના સાને ના પાડોશીએ  જણાવ્યું હતું કે મનોજ કોઇની સાથે વાત કરતો નહોતો. હું ત્રણ વર્ષથી તેની બાજુમાં રહું છું પણ મને તેના વિશે વધારે કંઇપણ ખબર ન હતી. તેઆ સોસાયટીમાં ે તહેવારની ઉજવણીમાં પણ સામેલ થતા નહોતા. મને સોમવારે તેના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી હતી. મને લાગ્યું ઉંદર મરી ગયો હશે. તેના ઘરમાં મોટાભાગે તાળુ મારેલું હતું. ફરી માથુ ફાટી જાય એવી દુર્ગંધ આવતા હું મનોજને મળવા ગયો હતો. મે દરવાજાની ઘંટડી વગાડી હતી. પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. થોડીવાર બાદ મને રૃમ ફ્રેશનરની સુગંધ આવી હતી.  ત્યારે મને થોડી શંકા ગઇ હતી. દુર્ગંધ અસહ્ય બની જતા હું નીચે ગયો હતો. ૧૦ મિનિટ પછી મનોજ બેગ લઇને નીચે આવ્યો હતો. મે તેને દુર્ગંધ બાબતે પૂછપરછ કરી હતી. તેના રૃમમાં તપાસ કરવા જવા કહ્યું હતું. તેણે મારી વાત કાને ધરી નહોતી તેના શરીરમાંથી પણ વાસ આવી રહી હતી તે ડરી ગયો હતો.

હું પાછો આવીશ ત્યારે જોઇશ એવું કહીને તે જલ્દીમાં નીકળી ગયો હતો. મેં સોસાયટીના સેક્રેટરીને આની જાણ કરી હતી. બાદમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, એમ પાડોશીએ વધુમાં જણાવ્યું હતું.