×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લતા મંગેશકર રિકવર થઈ રહ્યા છે, વેન્ટિલેટર પણ હટાવી લેવાયુ છેઃ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી


મુંબઈ, તા.30.જાન્યુઆરી.2022 રવિવાર

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને કોરોના અને તેની સાથે ન્યૂમોનિયાનુ નિદાન થયા બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તેઓ હજી પણ હોસ્પિટલમાં જ છે પરંતુ કરોડા ચાહકો માટે રાહતની વાત એ છે કે, લતાજી ઝડપથી સાજા થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનુ કહેવુ છે કે, મેં ડોકટરો સાથે વાત કરી છે.તેઓ રિકવર થઈ રહ્યા છે.હવે વેન્ટિલેટર હટાવી દેવાયુ છે.જાતે શ્વાસ લઈ રહ્યા છે.તેમણે આંખો પણ ખોલી છે.હજી તેમને નબળાઈ અને ઈન્ફેક્શન છે પણ જે ટ્રીટમેન્ટ થઈ રહી છે તેને તેમનુ શરીર પ્રતિસાદ આપી રહ્યુ છે.

રાજેશ ટોપના આ નિવેદન બાદ લતાજીની તબિયત સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહેલા ચાહકોને હાશકારો થયો છે.

27 જાન્યુઆરીએ લતા મંગશેકરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ કહેવામાં આવ્યુ હતુ કે, વેન્ટિલેટર હટાવી દેવાયુ છે અને તેઓ રિકવર થઈ રહ્યા છે.

એ પહેલા લતાજીની તબિયતને લઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.જોકે એ પછી લતાજીના પરિવારે ચાહકોને અફવા પર ધ્યાન નહીં આપવા માટે વિનંતી કરી હતી.