×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લતા મંગેશકરના અવસાન પર PM મોદીની ટ્વિટ- આ ખાલીપો ભરી નહીં શકાય


-  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સાથેના પોતાના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

ભારત રત્ન સ્વરકોકિલા લતા મંગેશકરનું રવિવારે એટલે કે, 6 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. એક લાંબા સંઘર્ષ બાદ લતા મંગેશકરે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. સંગીતની દુનિયાના દિગ્ગજ મહાનુભવ એવા લતા મંગેશકરના અવસાન પર વિવિધ ક્ષેત્રની હસ્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 

વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના અવસાન પર ટ્વિટમાં લખ્યું હતું કે, હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવો ખાલીપો સર્જાયો છે જેને ભરી નહીં શકાય. ભાવિ પેઢીઓ યાદ કરશે કે, લતા મંગેશકર કેટલા મોટા કલાકાર હતા, જેમના અવાજમાં લોકોને મોહિત કરવાની શક્તિ હતી. 

અમિત શાહની ટ્વિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સાથેના પોતાના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, સૂર અને સંગીતના પૂરક એવા લતા દીદીએ પોતાની સૂર સાધના અને મંત્રમુગ્ધ કરનારી વાણીથી ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મીઠાશથી તરબોળ કર્યા. સંગીત જગતના તેમના યોગદાનને શબ્દોમાં પરોવવું અશક્ય છે. તેમનું અવસાન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે, સમયે સમયે મને લતા દીદીના સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા. પોતાના અતુલનીય દેશપ્રેમ, મધુર વાણી અને સૌમ્યતા સાથે તેઓ હંમેશા આપણા વચ્ચે રહેશે. તેમના પરિવારજનો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ શાંતિ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટ્વિટ

ઓડિશાના મુખ્યમંત્રીની ટ્વિટ

વિરાટ કોહલીની શ્રદ્ધાંજલિ