×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લખીમપુર હિંસાઃ પ્રિયંકા ગાંધીની આખરે ધરપકડ, રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોના દેખાવો

ઉત્તરપ્રદેશ,તા.5 ઓકટોબર 2021,મંગળવાર

યુપીના લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં નવ લોકોના મોત થયા બાદ ઘટના સ્થળે જવા માટે નિકળેલા કોંગ્રેસના આગેવાન પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાય કરી હતી.

હવે તેમના પર કલમ 144ના ઉલ્લંઘન બદલ કેસ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરાઈ છે. પોલી દ્વારા તેમને હવે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે લઈ જવાઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યકરોએ તેના વિરોધમાં દેખાવો શરૂ કરી દીધા છે.

પ્રિયંકાની ધરપકડની ખબર પડતા જ કોંગ્રેસી કાર્યકરો સીતાપુર ગેસ્ટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા. પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવાયા બાદ અહીંયા જ રાખવામાં આવ્યા હતા. કાર્યકરોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતી. દરમિયાન સ્થિતિ કાબૂ બહાર ના જાય તે માટે પોલીસ દ્વારા વધારાની ફોર્સ અહીંયા ગોઠવવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય આરાધના મિશ્રા ધરપકડ વહોરવા માટે પહોંચી ગયા હતા. જેમને લઈને મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી હતી. દરમિયાન કેટલાક કોંગ્રેસીઓને બીજા જિલ્લામાં જ રોકી લેવાયા છે. કેટલાક નેતાઓને નજર કેદ કરાયા છે.

જેમના પર કેસ થયો છે તેમાં પ્રિયંકા ગાંધી સિવાય અજય કુમાર લલ્લુ અને દિપેન્દ્ર હુડાનો પણ સમાવેશ થાય છે.