×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, 12 લોકોના જીવતા સળગી જવાથી મોત


નવી દિલ્હી,તા.10.નવેમ્બર,2021

રાજસ્થાનના બાડમેર જોધપુર હાઈવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બાર લોકોના જીવતા સળગી જવાથી મોત થયા છે.

બાડમેર જોધપુર હાઈવે પર પસાર થઈ રહેલી લક્ઝરી બસ સાથે ટેન્કરની ટ્કકર થઈ હતી.અકસ્માત વખતે બસમાં 25 લોકો સવાર હતા અને ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ હતી.આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, ઘણા મુસાફરોને બસની બહાર નિકળવાનો પણ સમય મળ્યો નહતો.જેના પગલે 12 લોકોના સળગી જવાથી મોત થયા હતા.10 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.બીજા 3 લોકોની શોધખોળ ચાલી રહી છે.

બસમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે બસનો મોટાભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો.

અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યુ હતુ અને રેસક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ.