×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોકાણકારોનો SIP પર વિશ્વાસ વધ્યો : મેમાં 24.7 લાખ રજીસ્ટ્રેશન નોંધાયા, 14.19 લાખ એકાઉન્ટ બંધ થયા

મુંબઈ, તા.19 જૂન-2023, સોમવાર

સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી વચ્ચે મે મહિનામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મે-2023માં 24.7 લાખ રોકાણકારોએ SIPમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે એપ્રિલમાં 19.56 લાખ રજીસ્ટ્રેશન નોંધાયું હતું. એટલે કે, મે મહિનામાં 5 લાખથી વધુ રોકાણકારોએ SIPમાં જંપ લાવ્યું છે.

મેમાં બંધ થયા 14.19 લાખ SIP એકાઉન્ટ

એક તરફ મે મહિનામાં SIP રજીસ્ટ્રેશનની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ 14.19 લાખ SIP એકાઉન્ટ લોકોએ બંધ પણ કરાવ્યા છે. આવું ત્યારે બન્યું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સનું અંડર મેનેજમેન્ટ 3.8 ટકા વધવાની સાથે 43.2 લાક કરોડ પર પહોંચ્યું છે. મે મહિનામાં રૂ.31100 કરોડનું રિડેમ્પશન જોવા મળ્યું છે, જે ગત મહિના કરતાં 36.6 ટકા વધુ છે. જ્યારે ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રોકાણ રૂ.34100 કરોડ નોંધાયું છે, જેમાં 21 ટકાનો વધારો થયો છે.

SIP પર રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી એમડી ડી.પી.સિંઘના જણાવ્યા અનુસાર, નવી SIPના રજીસ્ટ્રેશનની સંખ્યા બંધ કરાયેલી SIP રજીસ્ટ્રેશનની સંખ્યા કરતાં વધુ છે, જે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે, ઓનલાઈન મોડમાં કેન્સિલેશનની પ્રક્રિયા સરળ થવાના કારણે પણ SIP રજીસ્ટ્રેશન ઘટવાનું કારણ હોઈ શકે છે.

મેમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રૂ.14749 કરોડનું રોકાણ નોંધાયું

મે મહિનામાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રૂ.14749 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે એપ્રિલમાં રૂ.13728 કરોડનું રોકાણ નોંધાયું હતું. માર્ચમાં 14276 કરોડ રોકાણ નોંધાયું હતું. SIP દ્વારા રોકાણ કર્યા બાદ આ મોડમાં કુલ ઈનફ્લો વધીને રૂ.7.53 લાખ કરોડે પહોંચ્યું છે, જે અગાઉના મહિનામાં રૂ.7.17 લાખ કરોડ હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની AUM મે મહિનામાં 4.5 ટકાના ઉછાળા સાથે રૂ.16.56 લાખ કરોડ પર પહોંચ્યું છે, જે એપ્રિલમાં રૂ.15.84 લાખ કરોડ હતું. એવું માનવામાં આવે છે કે, બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટીમાં 2.6 ટકાના ઉછાળાને કારણે AUMમાં આ વધારો થયો છે.