×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેવડી પર ECની તરાપ: ઘોષણાપત્રમાં રાજકીય વચનો માટેના ફંડિંગનો ખુલાસો કરવો ફરજિયાત


નવી દિલ્હી,તા. 4 ઓક્ટોબર 2022, મંગળવાર 

ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ઘોષણા પત્રોને વધુ તાર્કિક અને વ્યવહારુ બનાવવા માટે તમામ પક્ષોને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે,હવે માત્ર જાહેરાતો કરવાથી કામ નહીં ચાલે. સામાન્ય ચૂંટણીમાં, તમામ રાજકીય પક્ષોએ તેમના ઘોષણાપત્રમાં યોજનાઓ પરના ખર્ચ અને તેના માટે આવક મેળવવાની યોજના વિશે જણાવવું પડશે. 

ચૂંટણી પંચે કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી ઘોષણા પત્રોને વધુ તાર્કિક, વ્યવહારુ અને જનતાની નજીક લાવવા લાયક બનાવે. 

પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઘોષણા પત્ર વધુ વાસ્તવિક અને વ્યવહારુ હોવો જોઈએ એટલે કે, ઘોષણા નાણાં પંચ, ભારતીય રિઝર્વ બેંક, FRBM, CAG વગેરેની ગાઇડલાઇન પર આધારિત હોવો જોઈએ.

ચૂંટણી પંચ ઘણી જગ્યાએ આદર્શ આચારસંહિતામાં ફેરફાર કર્યા છે. તેથી કલમ-3 અને કલમ-8Mની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ, રાજકીય પક્ષોએ એ પણ જણાવવું પડશે કે,  યોજનાઓના સફળ અને વ્યવહારુ સંચાલન માટે નાણાં કેવી રીતે આવશે?

આટલું જ નહીં, સરકાર બન્યા પછી કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કર, વધારાનો ટેક્સ, ખર્ચમાં કાપ, ક્યાંકથી કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી લોન લઈને પૈસા ઊભા કરવામાં આવશે, આ બધું જનતાને જણાવવું પડશે. એટલે કે હવે જાહેરનામાના નામે જનતાને ભ્રમિત કરી શકાય નહીં.

ચૂંટણી પંચ મતે આ કવાયતથી જનતા અને રાજકીય પક્ષો વચ્ચે પારદર્શિતા વધશે. રાજકીય પક્ષો આ દિશામાં ગંભીરતાથી વિચારે તો સામાન્ય મતદાર માટે પોતાનું મન બનાવવું સરળ બનશે.

આ સાથે જ ફ્રી બીનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેને બંધારણીય પાસાનો મામલો ગણીને બે જજની બેન્ચે તેને વિચારણા માટે મોટી બેંચ પાસે લઈ જવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાયની પીઆઈએલની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે પોતાને પક્ષકાર ન બનાવવાની વિનંતી કરી હતી. પરંતુ હવે આ પગલાં લઈને આયોગે પોતાનો કડક ઈરાદો દર્શાવ્યો છે.