×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેમડેસિવિર દવાનું પ્રોડક્શન વધારવા માટે કેન્દ્ર સરકારનો આદેશ, ઉત્પાદકને ભાવ ઘટાડવા કહ્યું

નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

કોરના વાયરસનો ફેલાવો દેશમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોનાના વધતા દર્દીઓને કારણે હોસ્પિટલોમાં બેડ તો ખુટયા જ છે, પરંતુ સાથે સાથે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને એન્ટી વાયરલ ઇંજેક્શનની પણ અછત સર્જાઇ છે. ત્યારે દેશમાં આ ઇંજેક્શન અને દવાની ઉણપ ના થાય તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. સાથે જ સરકારે તેનું પ્રોડક્શન વધારવાના આદેશ પણ આપ્યા છે.

આ જ કડીમાં સરકારી બુધવારે કેન્દ્ર સરકારે રેમડેસિવિર દવાનું ઉત્પાદન, આપૂર્તિ અને કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત સરકારે રેમડેસિવિર દવાના ઉતાપદન, આપૂર્તિ અને કિંમતો વધારવાનો નિર્ણય કર્યોછે. જેના કારણે આ દાવાની ઉત્પાદન ક્ષમતા લગભગ 80 લાખ પ્રતિ માસ થઇ જશે. આ અઠવાડિયાના અંત સુધીમાં રેમડેસિવિરના ઉત્પાદકોને ભાવ ઘટાડીને 3500 રુપિયા કરતા પણ ઓછો કરવાનું કહેવામાં આવ્યું છે. 

રેમડેસિવિર એક એન્ટી વાયરલ દવા છે. આ દવાને હિપેટાઇટિસ સીની સારવાર માટે બનાવવામાં આવી હતી. ત્યારબાદ ઇબલા વાયરસની સારવારમાં દવાનો ઉપયોગ થયો. કોરોના વાયરસની સારવાર માટે શરુઆતમાં વપરાયેલી દવાઓની અંદર રેમડેસિવિર પણ સામેલ છે. જેના કારણે આ દવા સતત ચર્ચામાં પણ રહી છે. એક તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવું કહે છે કે ડોક્ટરએ આ દવાના ઉપયોગથી બચવું જોઇએ, તો બીજી તરપ કંપની કહે છે કે આ દવા કોરોનાની સારવારમાં કારગત છે.