×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૃ. ૧૨૪૫ કરોડ બેંક લોન છેતરપિંડી બદલ ટેક્સટાઇલ કંપની એસ કુમાર્સ સામે કેસ

 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩

સીબીઆઇએ ટેક્સટાઇલ કંપની એસ કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ (એસકેએનએલ) અને કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સહિત અન્ય ૧૪ સામે ૧૨૪૫ કરોડ રૃપિયાની બેંક છેતરપિડી બદલ કેસ દાખલ કર્યો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી કેન્દ્રીય એજન્સીએ મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ૧૩ સ્થળોએ દરોડા પાડયા હતાં. સીબીઆઇના પ્રવક્તા આર સી જોશીએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે કંપની હાલમાં હાઇ વેલ્યુ ફાઇન કોટન ફેબ્રિક્સ અને હોમ ટેક્સટાઇલના મેન્યુફેકચરિંગના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીએ આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથ પાસેથી લોેન મેળવી હતી. 

જોશીએ જણાવ્યું હતું કે ૨૦૧૨ થી ૨૦૧૮ દરમિયાન બેંકમાંથી મળેલ લોનની રકમનો દુરુપયોગ કરવા બદલ કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  જેના કારણે બેંકોને કુલ ૧૨૪૫.૧૫ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.

આ કંપની સામે આઇડીબીઆઇ બેંકના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથે ફરિયાદ દાખલ કરી હતી. આ જૂથમાં આઇડીબીઆઇ બેંક ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંકનો સમાવેશ થાય છે.