×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂબલ ‘રબલ’ નથી : પુતિને સાબિત કરી બતાવ્યું રશિયન કરન્સી યુક્રેન કટોકટીના અગાઉના લેવલે

નવી દિલ્હી,તા.07 એપ્રિલ 2022,ગુરૂવાર

રશિયાએ 24 માર્ચે યુક્રેન પર હુમલો શરૂ કરતા સમગ્ર વિશ્વમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. રશિયાની આ ચાલના જવાબમાં અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. અર્થતંત્રની સાથે તેની સીધી અસર રશિયન ચલણ રૂબલ પર પડી હતી. પ્રતિબંધો વધતા રૂબલ ડોલર સામે ઘટીને 121.5 થઈ ગયો હતો. ડોલર સામે રૂબલનું આ ઐતિહાસિક નીચલું સ્તર હતુ.

રૂબલની પડતી જોઈને સૌથી ખુશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન જોવા મળ્યા હતા. તેણે રૂબલની મજાક પણ ઉડાવી હતી. બાઈડને કહ્યું હતું કે રૂબલને ઘટાડીને રબલ કરવામાં આવ્યો છે. રબલનો અર્થ થાય છે ઘરનો કાટમાળ, પર્વતનો કાટમાળ એટલે કે એવી વસ્તુ જે કોઈ કામની ન હોઈ શકે.

ફેબ્રુઆરીના અંતમાં રૂબલ 1998ની રશિયન નાણાંકીય કટોકટીના સ્તરે આવી ગયો હતો. બાઈડનને લાગ્યું કે પ્રતિબંધોને કારણે રૂબલ હવે ઉભું નહિ થઈ શકે અને ઝડપથી રિકવર થવું અશક્ય હશે. જોકે બાઈડનની આ ગણતરી ખોટી પડી અને રૂબલે પ્રતિબંધો વધવા છતા શાનદાર રિકવરી દર્શાવી છે. રશિયન કરન્સી માત્ર નીચલા સ્તરેથી જ રિકવર કરવામાં સફળ નથી થયું પરંતુ તે 79.7ના સ્તર પર આવી ગયું છે. રશિયા પર યુક્રેનના હુમલા પહેલા રૂબલ આ સ્તરે હતું.

રૂબલની મજબૂતીનું કારણ ?

રૂબલને મજબૂત કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મહત્વનો નિર્ણય લીધો હતો. યુરોપને ગેસના સપ્લાય માટે રૂબલમાં ચૂકવણી કરવા રશિયાએ શરત મુકી હતી. આ શરત બાદ રૂબલમાં મજબૂતી જોવા મળી હતી અને હવે તે યુક્રેન કટોકટી પૂર્વેના સ્તરે પહોંચ્યું છે.

રશિયા પર પ્રતિબંધોની કોઈ અસર નહીં

તજ્જ્ઞોના મતે ભલે અમેરિકા અને યુરોપિયન દેશો એ વાતથી પીઠ ફેરવી રહ્યા છે કે તેમના પ્રતિબંધોને કારણે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગશે પરંતુ વાસ્તવમાં એવું કશું જ થઈ નથી રહ્યું અને થશે નહિ. જ્યાં સુધી રશિયા યુરોપિયન દેશોને નેચરલ ગેસ અને ક્રૂડની સપ્લાય કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી રૂબલ તેની તિજોરી ભરવાનું ચાલુ રાખશે. આ વર્ષે પણ રશિયાને એનર્જી એક્સપોર્ટમાંથી મોટી આવક થવાની અપેક્ષા છે.

બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના અંદાજ અનુસાર 2022માં રશિયા એનર્જી એક્સપોર્ટમાંથી લગભગ 321 અબજ ડોલરની કમાણી કરશે. આ આંકડો 2021 કરતા 33% વધુ હોવાનો અંદાજ છે. ડોલર સામે રૂબલમાં રિકવરી પુતિન માટે મોટી જીત માનવામાં આવે છે. આનું કારણ એ છે કે રશિયાના લોકો રૂબલ એક્સચેન્જ રેટ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે.