×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂપિયો 80 તરફ અગ્રેસર : મંગળવારે પણ નવા રેકોર્ડ તળિયે ગગડ્યો

અમદાવાદ,તા.12 જુલાઈ 2022,મંગળવાર

ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં પણ નવા ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટની પણ જાહેરાત છતા રૂપિયાની મંદી અટકી નથી રહી.

સરકાર અને આરબીઆઈ માટે રૂપિયાનો આ એકતરફી ઘટાડો અને 80 તરફની ચાલ મસમોટી સમસ્યા બની રહ્યો છે. આરબીઆઈ એક બાદ એક પગલાં રૂપિયાને સપોર્ટ આપવા લઈ રહી છે પરંતુ રૂપિયો ડોલરની સામે રોજબરોજ નવા ઐતિહાસિક તળિયા જ બનાવી રહ્યો છે.

મંગળવારના સત્રમાં મજબૂત સંકેત છતા રૂપિયો ઘટાડા સાથે 79.55 પર ખુલ્યો હતો. ગઈકાલે ભારતીય ચલણ 79.45 પર બંધ આવ્યો હતો અને આજે 10 પૈસા નીચે ખુલ્યા બાદ 79.58 સુધી ઘટ્યો હતો. રૂપિયાનું આ ઈતિહાસનું સૌથી નીચલું સ્તર છે. 

બે દિવસમાં આવેલ ક્રૂડની તેજી ચિંતાનો વિષય છે પરંતુ ક્રૂડ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ દર્શાવેલ નવા હાઈથી 25% સુધી ઘટ્યું છે તેમ છતા રૂપિયામાં સુધારો નથી જોવા મળી રહ્યો. જોકે ઈક્વિટી અને ડેટ માર્કેટમાં FIIને વેચવાલી અને આઉટફ્લો સ્થાનિક ચલણ પર વધારે દબાણ સર્જી રહ્યું છે, તેમ, ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું.

સામે પક્ષે વિશ્વના છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતું ડોલર ઇન્ડેક્સ 0.27 ટકા વધીને 108.31 પર પહોંચ્યું છે.

વધુ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ તથા ડોલર સામે રૃપિયાના થઈ રહેલા પતન વચ્ચે આરબીઆઈનું વધુ એક પગલુ