×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂડકી ધર્મ સંસદ અટાકાવાયા બાદ હરિદ્વારમાં પણ નહીં યોજાય મહાપંચાયત, કલમ 144 લાગુ


- હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં 16 એપ્રિલના રોજ એક ધાર્મિક સરઘસ યોજવામાં આવેલું તે દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી

હરિદ્વાર, તા. 27 એપ્રિલ 2022, બુધવાર

રૂડકી ધર્મ સંસદ અટકાવાયા બાદ હવે હરિદ્વાર પ્રશાસને પણ પોતાના ત્યાં યોજાનારી મહાપંચાયત પર રોક લગાવી દીધી છે. હરિદ્વાર જિલ્લા પ્રશાસને મંગળવારે હિંદુ ધર્મગુરૂઓ દ્વારા એક મહાપંચાયતની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ દાદા જલાલપુર ગામના 5 કિમીના ક્ષેત્રમાં કલમ 144 અંતર્ગત નિષેધાજ્ઞા લાગુ કરી દીધી હતી. 

હરિદ્વારના જિલ્લાધિકારી વીએસ પાંડેયે જણાવ્યું કે, દાદા જલાલપુર અને આસપાસના 5 કિમી ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તમામ કાર્યક્રમો પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આ કાર્યક્રમ (મહાપંચાયત) માટે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં 16 એપ્રિલના રોજ એક ધાર્મિક સરઘસ યોજવામાં આવેલું તે દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે તે મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી. 

પોલીસે આજે એટલે કે, બુધવારના રોજ ઉત્તરાખંડના રૂડકી ખાતે યોજાનારી ધર્મ સંસદ પર રોક લગાવી દીધી છે. આ સાથે જ ઉત્તરાખંડ પોલીસે રૂડકીમાં કલમ 144 પણ લાગુ કરી દીધી છે અને ધર્મ સંસદના આયોજકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જાણવા મળ્યા મુજબ કેટલાક આયોજકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ આ પગલું ભર્યું છે.