×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રિટેઇલર્સને ઔદ્યોગિક એકમનો દરજ્જો : લાખો વેપારીઓને ફાયદો


હોલસેલ-રિટેઇલર્સનો આંકડો દેશમાં 2.70 કરોડ, ગુજરાતમાં અંદાજે આઠ લાખ

નીતિન ગડકરીની છૂટક વેપારીઓ માટે નવી જાહેરાત : ઉદ્યોગનો દરજ્જો મળતા રિટેઇલર્સને ઓછા વ્યાજદરે લોન મળશે

ગેરેન્ટી વિના રૂા. 2 કરોડ સુધીની લોન મળશે કે નહિ તે અંગે આગામી દિવસોમાં સ્પષ્ટતા થશે

ગુજરાતના 5 લાખ છૂટક વેપારીઓને બૅન્ક લોનમાં અગ્રતા મળશે

અમદાવાદ : છૂટક વેપારીઓને લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો દરજ્જો આપી દેવાનો નિર્ણય એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ કરી છે. તેમની આ જાહેરાતને પરિણામે છૂટક વેપારીઓને પણ સૂક્ષ્મ, નાના અને લઘુ ઉદ્યોગો જેવા લાભ મળતાં થશે.

તેમાં છૂટક વેપાર સાથે નાને પાયે મેન્યુફેક્ચરિંગ પણ કરતાં ટ્રેડર્સને સબસિડીના લાભ પણ મળી શકશે. છૂટક વેચાણ કરનાર પોતાની અલગ બ્રાન્ડના પાપડ બનાવીને વેચતા હોય તો તેમને આ જાહેરાતને કારણે વધુ ફાયદો થવાની સંભાવના છે.  રિઝર્વ બૅન્કની ગાઈડલાઈન્સ મુજબ તેમને ધિરાણ મળી શકશે.

તેમ જ બિઝનેસ કરવા માટેની મૂડી પણ અગાઉની તુલનાએ થોડી વધુ સરળતાથી બૅન્ક તરફથી મેળવી શકશે. તેમ જ અન્ય ક્રેડિટ ઉપરાંત ઓછા વ્યાજદરની લોન મેળવવી પણ સરળ બની જશે.

તેમાં ખાસ કરીને જે ડીલરોએ ખાદ્યસામગ્રીના વેપાર સાથે તેમની પોતાની રીતે કેટલાક વસ્તુઓનું ઘરઘરાઉ રીતે ઉત્પાદન કરીને તેનું માર્કેટિંગ કરનારાઓને પણ આ નવી નાણાંકીય સુવિધાનો લાભ મળી શકશે. કોરોનાના કાળમાં ભારે તકલીફનો સામનો કરી રહેલા રિટેઇલર્સ અને હોલસેલર્સને આ લાભ મળશે.  

રિટેઈલર્સને એમએસએમઈના લાભ આપવા માટેની સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. ભારતમાં છૂટક વેપારીઓની સંખ્યા અંદાજે 2.70 કરોડની આસપાસની છે. ગુજરાતમાં જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા છૂટક વેપારીઓની અંદાજિત સંખ્યા 5થી 7 લાખથી વધુની છે.

અનઓર્ગેનાઈઝ સેક્ટરના છૂટક વેપારીઓને ગણતરીમા ંલેવામાં આવે તો તે 20 લાખની સંખ્યાને આંબી જાય તેવી સંભાવના છે. રિટેઇલર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયાએ કરેલા એક સરવેમાં જણાવ્યા મુજબ ભારતમા ં79 ટકા છૂટક વેપારીઓ નાના વેપારીઓની કેટેગરીમાં જ આવે છે. કોરનાના બીજા વેવની અસર હેઠળ પણ છૂટક વેપારીઓએ 30 ટકા જેટલો બિઝનેસ ગુમાવ્યો છે.

આ નિર્ણયને પરિણામે છૂટક વેપારીઓ વધુ આસાનીથી નાણાંકીય સુવિધા મળવી શકશે. તેનાથી નાાના છૂટક વેપારીઓ તેમના અસ્તિત્વને ટકાવી રાખીને, અત્યારની તુલનામાં વધુ સંગીન સ્થિતિમા ંજઈ શકશે અને આગામી મહિનાઓમાં વધુ સંગીન ફલક પર આવીને પોતાના તમામ કામકાજને આગળ વધારી શકશે. તેઓ તેમના બિઝનેસને વધુ સરળતાથી 

છૂટક વેપારીઓના ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા વેપાર મંડળના ગુજરાત ખાતેના હોદ્દેદારોનું કહેવું છે કે સિત્તેર વર્ષના ગાળા બાદ પહેલીવાર છૂટક વેપારીઓને એક સ્ટેટસ મળ્યું છે. લોન મેળવવામાં તેમને અગ્રતા મળશે. તેમ જ બૅન્ક લોન પરના વ્યાજના દર પણ ઓછા રહેવાની શક્યતા છે. નાના અને લઘુ ઉદ્યોગોને કોઈપણ જાતની ગેરન્ટી વિના રૂા. 2 કરોડ સુધીની લોન આપવાની વ્યવસ્થાનો પણ તેમને લાભ મળતો થઈ શકે છે.

વેપાર ચાલુ કરવા માટેની મૂડી પણ પહેલાની તુલનાએ તેઓ સરળતાથી મેળવી શકે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને મળતા તમામ પ્રકારના લાભ તેમને આપવામાં આવશે. નાના મેન્યુફેક્ચરર્સની માફક વીજળીના દરમાં સબસિડી પણ મળવાની સંભાવના ઊભી થઈ રહી હોવાનું માનવામાં આવે છે. 

રાજ્યની નાણાં સંસ્થાઓ દ્વારા તેમને બિઝનેસ કરવા માટે જોઈતી મૂડીની પણ સુવિધા આપવામં આવે તેવી સંભાવના તરીકે જોવામાં આવી રહી છે. બૅન્કોમાં તેમનો રિસ્પેક્ટ વધી જશે. તેમ જ માર્કેટ સપોર્ટ પણ મળી રહેશે. છટક વેપારીઓ અને હોલસેલર્સ લાંબા સમયથી તેમને પ્રાયોરિટી સેક્ટર તરીકે લેન્ડિંગ-ધિરાણ આપે તેવી રજૂઆત કરતા આવ્યા છે. 

છૂટક વેપારીઓ પણ આ દરેક લાભ મેળવવા માટે જે તે સરકારી સંસ્થાઓમાં તેમના રજિસ્ટ્રેશન કરાવતા થઈ જશે. જીએસટીના રજિસ્ટ્રેશન લેનારાઓની સંખ્યા પણ વધી શકે છે. તેનાથીય આગળ વધીને વાત કરવામાં આવે તો હવે પછી સરકાર દ્વારા લેવામાં આવનારો દરેક નીતિવિષયક નિર્ણયમાં હવે પછી છૂટક વેપારીઓને પણ ધ્યાનમા ંલેવામાં આવશે.