×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ સામેના મોદી સરનેમ કેસમાં સુપ્રીમમાં સુનાવણી, તમામ પક્ષોને દલીલ માટે 15-15 મિનિટનો સમય


મોદી સરનેમ કેસમાં રાહુલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ દોષસિદ્ધિ પર રોક લગાવાવની માંગ કરી છે. તમામ પક્ષોને દલીલ માટે 15-15 મિનિટનો સમય અપાયો છે. રાહુલના વકીલે કહ્યું કે, ફરિયાદીની અસલી સરનેમ મોદી નથી, બાદમાં તેમણે સરનેમ બદલી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે એક અપવાદવાળો આદેશ માગી રહ્યા છો. સામાન્ય રીતે દોષસિદ્ધિ પર રોક નહીં.

રાહુલે માફી માગવાનો કર્યો હતો ઈનકાર 

થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરનેમ માનહાનિવાળી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને તેમની ટિપ્પણીથી ઉદ્ભવતા ગુનાહિત માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ દોષિત નથી. ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ 2019 માં ગાંધી વિરુદ્ધ તેમની એ ટિપ્પણી પર  માનહાનિનો કેસ દાખલ કર્યો હતો કે "બધા ચોરોની સરનેમ મોદી જ કેમ છે?" 13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી.