×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધી કેસ પર US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન, કહ્યું લોકશાહીમાં કોર્ટનું સન્માન જરૂરી

Image : twitter

અમદાવાદ, 28 માર્ચ 2023, મંગળવાર

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતીય અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારા ભારતીય ભાગીદારો સાથેના અમારા સંબંધોમાં યુનાઈટેડ સ્ટેટ્સ અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભારત સરકારની સાથે ઊભું છે.

રાહુલ ગાંધીની હકાલપટ્ટી અંગેના પ્રશ્નના જવાબમાં વેદાંત પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કાયદાના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે આદર એ કોઈપણ લોકશાહીનો પાયાનો પથ્થર છે અને અમે ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધીનો કેસ પર નજર રાખી રહ્યા છીએ. સુરતની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન કરેલી મોદી અટક પર ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં સુરત પશ્ચિમ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

હિંસા અથવા હિંસાની ધમકીઓ સ્વીકાર્ય નથી

USમાં ભારતીય રાજદ્વારી સુવિધાઓ પર વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી હિંસક ઘટનાઓની સરકારે નિંદા કરી છે. અમેરિકાના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે હિંસા કે હિંસાની ધમકી ક્યારેય સ્વીકાર્ય નથી. USમાં રાજદ્વારી સુવિધાઓ અને કર્મચારીઓ સામે હિંસા અથવા હિંસાની ધમકીઓ ગંભીર ચિંતાનો વિષય છે અને તેને સહન કરવામાં આવશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે અમે રાજદ્વારી સુવિધાઓ સામે તોડફોડ તેમજ હિંસાની કોઈપણ કૃત્યની નિંદા કરીએ છીએ.